Gujarati rain/ રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગનો પ્રારંભઃ છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગ શરૂ થઈ ચૂકી છે. તેના લીધે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. અનેક તાલુકાઓ અને ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં નોંધાયો હતો.

Top Stories Gujarat
Surat traders 1 રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગનો પ્રારંભઃ છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગ શરૂ Gujarat rain થઈ ચૂકી છે. તેના લીધે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. અનેક તાલુકાઓ અને ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં નોંધાયો હતો. આ સિવાય રાજકોટના જામકંડોરણાં, જેતપુર પાવી, ઉના, છોટાઉદેપુર, વિસાવદરમાં પણ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 11 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના Gujarat rain જાંબુઘોડામાં નોંધાયો હતો

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના Gujarat rain કેટલાક વિસ્તારો સહિત અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે 11 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં પડેલા વરસાદમાં જેતપુર પાવીમાં અને જામકંડોરણામાં 2.5 ઈંચ, Gujarat rain છોટાઉદેપુરમાં સવા 2 ઈંચ, ઉનામાં પોણા 2 ઈંચ, વિસાવદરમાં પોણા 2 ઈંચ, ક્વાંટમાં સવા ઈંચ, લાઠી અને જાફરાબાદમાં સવા ઈંચ, ગીરગઢડામાં સવા ઈંચ, બોડેલીમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મેંદરડામાં 1 ઈંચ, માંડવીમાં પોણો ઈંચ, ભાવનગરમાં અને કોડીનારમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી Gujarat rain રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ આવતીકાલથી અમદાવાદ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથનર્મદા, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત આવતીકાલથી 22 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ પડી ગયો, આજે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Accident/ બિહારમાં થાર જીપે પાંચ લોકોને અડફેટમાં લેતા 3 લોકોના ઘટનાસ્થળે મોત,બેની હાલત ગંભીર

આ પણ વાંચોઃ Mahipendrasinhji/દાંતાના મહારાણા મહિપેન્દ્રસિંહજીની આજે અંતિમવિધિ

આ પણ વાંચોઃ Gujarat Rains/ગુજરાતીઓ આ સપ્તાહમાં બહારગામ જવાનો કાર્યક્રમ હોય તો વિચાર કરી લેજો

આ પણ વાંચોઃ Gujarat High Court News/ગેંગરેપ પીડિતા-પતિના નિવેદનો ભરોસાપાત્ર નથી, હાઈકોર્ટે આજીવન કેદની સજા ફગાવી, ગુજરાત સરકારને સોંપાઈ કામગીરી