Gujarat Rains/ ગુજરાતીઓ આ સપ્તાહમાં બહારગામ જવાનો કાર્યક્રમ હોય તો વિચાર કરી લેજો

ગુજરાતીઓએ આ અઠવાડિયામાં જો બહાર જવાનો કોઈ કાર્યક્રમ હોય તો વિચાર કરવો પડે તેમ છે. ગુજરાતમાં આ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે. તેથી જો તમે કોઈ વીકેન્ડ પર કે બેકે ત્રણ દિવસની ટુર પર જવા માંગતા હોવ તો વિચારી લેવું પડે તેમ છે.

Top Stories Gujarat
Gujarat Heavy rain 2 ગુજરાતીઓ આ સપ્તાહમાં બહારગામ જવાનો કાર્યક્રમ હોય તો વિચાર કરી લેજો

ગુજરાતીઓએ આ અઠવાડિયામાં જો Gujarat Rain બહાર જવાનો કોઈ કાર્યક્રમ હોય તો વિચાર કરવો પડે તેમ છે. ગુજરાતમાં આ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે. તેથી જો તમે કોઈ વીકેન્ડ પર કે બેકે ત્રણ દિવસની ટુર પર જવા માંગતા હોવ તો વિચારી લેવું પડે તેમ છે. આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં આજે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. તથા આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના છે.

બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી
18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, Gujarat Rain સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી તેમજ 19 જુલાઈએ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી છે. તથા 19 જુલાઈએ અમરેલી ભાવનગર નર્મદા તાપી નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. 20 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ગઇકાલે છોટાઉદેપુર અને ભાવનગરમાં 122 mm સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણના Gujarat Rain જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 જુલાઈએ સાઉથ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 19 જુલાઈએ મધ્ય ગુજરાતને પણ બાનમાં લે તેવી શક્યતા છે. મ.ગુજરાતના ખેડા, આણંદ, વડોદરામાં પણ વરસાદની સંભાવના છે. 20 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે. 20 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવનારા 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહશે. તથા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

 

આ પણ વાંચોઃ Kedarnath/ કેદારનાથ મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ, કપડાને લઈને બનાવવામાં આવ્યા નિયમો,જાણો

આ પણ વાંચોઃ Floods/ હિમાચલ પ્રદેશમાં પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવાયા, અત્યાર સુધી 26 મૃતદેહો મળી આવ્યા

આ પણ વાંચોઃ Delhi/ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો ખેડૂત મહિલાઓ સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચોઃ Kuno National Park/ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત અંગે સરકારે આપ્યો આ જવાબ,જાણો…

આ પણ વાંચોઃ Political/ ભાજપ સામે 26 રાજકિય પાર્ટીઓ તાકાત બતાવશે, આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી