Fire-Vandebharat/ ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગીઃ કોઈ જાનહાનિ નહીં

ભોપાલથી નવી દિલ્હી તરફ આવી રહેલી વંદે ભારત ટ્રેન એક મોટા અકસ્માતનો શિકાર બની છે. સોમવારે જ્યારે આ ટ્રેન બીના સ્ટેશન પર ઉભી હતી ત્યારે આ ટ્રેનમાં આગ લાગી હતી.

Top Stories
Fire Vandebharat ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગીઃ કોઈ જાનહાનિ નહીં

ભોપાલથી નવી દિલ્હી તરફ આવી રહેલી Vande Bharat Train-Fire વંદે ભારત ટ્રેન એક મોટા અકસ્માતનો શિકાર બની છે. સોમવારે જ્યારે આ ટ્રેન બીના સ્ટેશન પર ઉભી હતી ત્યારે આ ટ્રેનમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાં મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ટ્રેનને અધવચ્ચે રોકીને જ મુસાફરોને નીચે ઉતારવી પડી હતી. મળતી માહિતી મુજબ, ભોપાલથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત ટ્રેન (20171) સોમવારે સવારે 5.40 વાગ્યે ભોપાલ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. આ દરમિયાન ટ્રેનના કોચ નંબર C 14માં આગ લાગી હતી. આ કોચમાં લગભગ 36 મુસાફરો હતા જેઓ ઉતાવળમાં ઉતરી ગયા હતા.

આ ઘટના બીના પહેલા બની હતી. ટ્રેનમાં Vande Bharat Train-Fire મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી, બેટરી બોક્સમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી. બીના રેલ્વે સ્ટેશન પહેલા, કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.

 

આ પણ વાંચોઃ Kedarnath/ કેદારનાથ મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ, કપડાને લઈને બનાવવામાં આવ્યા નિયમો,જાણો

આ પણ વાંચોઃ Wimbledon 2023/ સ્પેનના અલ્કારાઝે જોકોવિચની બાદશાહત છીનવી, વિમ્બલ્ડનની ભારે રોમાંચક ફાઇનલમાં આખરી રાઉન્ડમાં જોકાવિચને આપી હાર

આ પણ વાંચોઃ LIONEL MESSI/ દુનિયાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી બાલ બાલ બચ્યો,જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Floods/ હિમાચલ પ્રદેશમાં પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવાયા, અત્યાર સુધી 26 મૃતદેહો મળી આવ્યા

આ પણ વાંચોઃ Delhi/ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો ખેડૂત મહિલાઓ સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ