Not Set/ વલસાડ જિલ્લામાં કેવી છે વાવાઝોડાની અસર?

વલસાડ જિલ્લાનાં 70 કિલોમીટર દરિયા કિનારાનાં 84 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. NDRF ની 2 ટીમ પણ વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

Top Stories Gujarat Others
petrol 71 વલસાડ જિલ્લામાં કેવી છે વાવાઝોડાની અસર?

વલસાડ જિલ્લાનાં 70 કિલોમીટર દરિયા કિનારાનાં 84 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. NDRF ની 2 ટીમ પણ વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. વલસાડ અને ઉમરગામમાં એનડીઆરએફની ટીમો રાતભર દરિયાકિનારા વિસ્તારમાં તૈનાત હતી.

અમદાવાદમાં વાવાઝોડાની અસર / અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ

આજે સવારે પણ એનડીઆરએફની ટીમો વલસાડ જિલ્લાનાં દરિયા કિનારા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કેટલીક જગ્યાએ ઝાડ પડવાના બનાવો ધ્યાને આવ્યા જ્યાં પહોંચી અને એનડીઆરએફની ટીમોએ ઝાડ ને હટાવી અને રસ્તા ક્લિયર કર્યા હતા. આમ જોકે વલસાડ જિલ્લામાં ઝાડ પડવાના કેટલાક બનાવોને બાદ કરતા કોઈ મોટી ઘટના સર્જાઈ ન હતી. મંતવ્ય ન્યૂઝ એ દરિયા કિનારા વિસ્તારની મુલાકાત લઇ રહેલી એન.ડી.આર એફ ની ટીમ સાથે વાત કરી હતી અને ટીમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી હતી.

વાવાઝોડાનું સંકટ / રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે દાયકાનાં સૌથી ભયંકર વાવાઝોડા ચક્રવાત તાઉતે સોમવારે રાત્રે ટકરાયુ હતુ. ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ કહ્યું છે કે વાવાઝોડાએ ગુજરાતનાં દરિયાકાંઠે (ગુજારત કોસ્ટ) અસર કરી છે અને લગભગ 4 કલાક તેની ખરાબ અસર રહેશે. ચક્રવાત તાઉતે ઉત્તર અને વાયવ્ય તરફ આગળ વધી રહ્યું છે અને તે પોરબંદરથી મહુવા (ભાવનગર જિલ્લો) ની વચ્ચે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે. આ સમયગાળા દરમિયાન, 155-165 કિ.મી.થી કલાકનાં અંતરે 185 કિ.મી. સુધીનાં પવનથી પણ જાન-માલનાં નુકસાનનો ભય રહે છે. તાઉતે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં મોટું નુકસાન કરી ચૂક્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

sago str 15 વલસાડ જિલ્લામાં કેવી છે વાવાઝોડાની અસર?