Bharuch/ ભરૂચમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”, નગરપાલિકા સભાખંડ ખાતે બોર્ડ મિટિંગ યોજાઈ

31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફીમાં 100 % રકમ માફ કરવામા આવી.

Gujarat Others
bharuch

ભરૂચ નગરપાલિકા બોર્ડ આજે મીટીંગ મળી હતી. કરદાતાને મોટી રાહત મળે તે અંતગર્ત ભરૂચ પાલિકા વિસ્તારમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર” યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો. 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફીમાં 100 % રકમ માફ કરવામા આવી. નાણાકીય વર્ષ 2022-23 માં 31 મી મે 2022 સુધી એડવાન્સ ટેક્સ ભરપાઈ પર 10 % વળતર મળશે. ભરૂચ પાલિકાએ 24 મીના રોજ બોર્ડમાં પત્રની નોંધ લઇ આર.સી.એમની મંજૂરી મળી હતી.

આ પણ વાંચો:ગુરમીત રામ રહીમને ધમકીના આધારે સુરક્ષા આપવામાં આવીઃ હરિયાણાના સીએમ ખટ્ટર

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાલિકા વિસ્તારમાં વેરા ધારકો માટે મોટી જાહેરાત કરી હતી. અને રાજ્યમાં વિશેષ “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”  અંગે વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ -1963ની કલમ -99(1)હેઠળ વિવિધ પ્રકારના કર વેરા લેવાની સત્તા આધારે પાલિકા દ્વારા મિલકત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દીવાબત્તી બેરો, ગટર વેરો જેવા વેરાઓ વૈધાનિક જોગવાઈની વસુલાત કરવામાં આવતી હોય છે. જેમાં અગાવ સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ પ્રોત્સાહક વળતર યોજના દાખલ કરી હતી જે બાદ હવે “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”  અમલમાં મૂકી છે. જેમાં મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોઈ પાલિકા પાછલી બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હોઈ કરદાતાઓને અગાઉ વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે,

bharuch

પ્રોત્સાહન મળે તેમજ નગર પાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે મિલકત ધારકો અને નગરપાલિકાઓના હિતને ધ્યાને રાખી સરકાર દ્વારા વિશેષ યોજના આઝાદી કે અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની યોજનાની અમલવારી માટે પાલિકા દ્વારા આજે વિશેષ સ્પેશિયલ જનરલ બોર્ડ મીટીંગ યોજવામાં આવનાર છે. જેમાં પાલિકા દ્વારા યોજના પૂર્વે જરૂરી નિયમ નક્કી કરી તે નિયમ અને પરિપત્ર બોર્ડ મંજૂરી મેળવી પ્રાદેશિક કમિશનર મંજૂરી મેળવી અમલ કરવામાં આવશે.

bharuch

આ બોર્ડ મિટિંગમાં નગરપાલિકા ચીફ ઓફીસર દસરથ સિંહ ગોહિલ ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,ઉપ પ્રમુખ નીના બેન યાદવ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ,સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાળા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:કતારગામ મોડી રાત્રે પતિએ બાળકો સામે જ પત્ની પર કર્યું ફાયરિંગ, થયો ફરાર

આ પણ વાંચો: રશિયા સામે યુક્રેન કેટલા સમય સુધી ટકશે, બન્ને દેશની સેનાની તાકાત જાણો…