Loksabha Election 2024/ અગ્નિવીર યોજનાને અગ્નિસમાધિ આપીશું: રાહુલ ગાંધી

પાટણમાં જંગી સભાને સંબોધતા કહ્યું કે, ‘અમે અગ્નિવીર યોજનાને રદ કરીશું.’……………..

Top Stories Gujarat
Image 57 1 અગ્નિવીર યોજનાને અગ્નિસમાધિ આપીશું: રાહુલ ગાંધી

Patan News: લોકસભા ચૂંટણી જીતવા તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પોતાની પૂરી તાકાતથી પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે. 5 તબક્કા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને સંબોધી હતી. પાટણથી ચંદનજી ઠાકોરને વિજય અપાવવા વિનંતી કરી હતી.

પાટણમાં જંગી સભાને સંબોધતા કહ્યું કે, ‘અમે અગ્નિવીર યોજનાને રદ કરીશું.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તે અંબાણી, અદાણીને ટાર્ગેટ કરી ચુક્યા છે, સુટબૂટની સરકાર એવો આક્ષેપ કરી ચુક્યા છે. રાફેલ મુદ્દે પણ સરકાર પર આકરા પ્રહાર કરી ચુક્યા છે.

આ સિવાય તાજેતરમાં રાજા મહારાજાઓ ઉપર કરેલી ટિપ્પણીને લઈ પણ રાહુલ ગાંધી વિવાદોમાં છે. રાહુલ ગાંધી જ્યારે પણ સભામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિયોએ કાળા વાવટાં બતાવ્યા હતા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને 22 લોકોની સાથે દોસ્તી છે. હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતોનો છે, જેની સમસ્યાનું હજુ નિરાકરણ આવ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ