અમદાવાદ/ ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ

અમદાવાદના માદલપુર ગરનાળા પાસે મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 04 29T125655.326 ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ

Ahmedabad News: અમદાવાદના માદલપુર ગરનાળા પાસે મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.  ગુજરાત કોલેજ પાસે આવેલ મધુવન ફ્લેટમાં આ આગ લાગતા અફરાતફરી મચી જવા પાણી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. આ સાથે ફાયરની ટીમ અને અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં લાગ્યા છે. આ આગ લાગવાની ઘટનામાં ફ્લેટમાં કુલ 40 લોકો ફસાયા છે. હાલ આ આગ કયા કારણને લીધી લાગી છે તે સામે આવ્યુ નથી.

આપને જણાવી દઈએ કે, સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ આગને કારણે 80 વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ગુજરાત કોલેજ વિસ્તારમાં આવેલા મધુવન ફ્લેટમાં આજે આગ લાગી હતી. આ ફ્લેટ કોમર્શિયલ છે. આજે સોમવાર હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાહુલના રાજામહારાજાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર

આ પણ વાંચો:ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ