રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિંછીયાના ભાજપના ઇનચાર્જ ભુપત પડાણીને ભાજપ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ભુપત પડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. વિંછીયાના ભાજપના ઇનચાર્જ ભુપત પડાણી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચારમાં સાથે જોડાયા હતા. ભુપત પડાણીને પરેશ ધાનાણીનો પ્રચાર કરવો ભારે પડ્યો.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. હાલમાં રાજ્યમાં તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપનો ગઢ મનાતા એવા ગુજરાતમાં અત્યારે રૂપાલાના નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ સમાજ નારાજ છે. ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપનો વિરોધ કરતાં કોંગ્રેસને મતદાન આપવાની તેમના સમાજને અપીલ કરતા ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ થઈ રહી છે. એવામાં વિંછીયાના ભાજપના ઇનચાર્જ ભુપત પડાણી કોંગ્રેસ નેતાનો પ્રચાર કરતા હોવાનું સામે આવતા પક્ષ વિરોધી પ્રવૃત્તિને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી
આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે