ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે લેબેનોનમાં એર સ્ટ્રાઇક કરી છે. ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા છે. એર સ્ટ્રાઇક પર ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ (IDF)નું નિવેદન સામે આવ્યું છે જેમાં કહ્યું કે આતંકવાદી સંગઠન હુમલાની તૈયારી કરી રહ્યું હતું. આઇડીએફે એરસ્ટ્રાઇકનો વીડિયો પણ જારી કર્યો છે.
IDFએ રવિવારે લેબેનોનમાં આતંકવાદી સંગઠનના કેટલાક ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. 7મી ઓક્ટોબરથી ઈઝરાયલ-હામસ યુદ્ધ શરૂ થયા બાદ ઇરાન સમર્થિત હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના આક્રમ તેવર જોવા મળી રહ્યાં છે. ઇઝબુલ્લાના આતંકવાદીઓ ઈઝરાયલના ઉત્તરમાં આવેલા શહેરો પર મિસાલથી હુમલો કરી રહ્યાં છે.
IDFએ ઇઝરાયલના શહેર પર મિસાઇલ હુમલાની યોજના બનાવી રહેલા લેબેનોના આતંકવાદીઓ પર હુમલો કરી વીડિયો જારી કર્યો છે. IDFએ નિવેદનમાં કહ્યું કે આ આતંકવાદીઓ એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની મદદથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા.
અગાઉ IDFએ એક નિવેદનમાં કહ્યું હતું કે હિઝબુલ્લાના વધતા હુમલાથી લેબેનોનને ધરાર યુદ્ધમાં હોમવાનો ભય પેદા થયો છે. IDF અનુસાર સરહદ પારથી સિઝફાયરની આશંકા વધી ગઇ છે. IDFના પ્રવક્તા જોનાથન કૉનરિકેસે ચેતવણી આપી કે હિઝબુલ્લા લેબેનોનને એવા યુદ્ધમાં ઢસડી રહ્યું છે જેમાં તેને કંઇ હાંસલ થવાનું નથી, પરંતુ ઘણું ગુમાવવું પડશે.
આ પણ વાંચોઃ વિવાદ/ વેલેન્ટાઈન ડે પર નહીં, નવરાત્રિમાં કરો સેટિંગ.. જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન
આ પણ વાંચોઃ Pentagon Reports/ ચીને LAC પર સૈનિકોની સંખ્યા વધારી, રસ્તા, એરપોર્ટ અને હેલિપેડ પણ બનાવ્યા!
આ પણ વાંચોઃ Jonathan Conricus/ ઈઝરાયેલની સેનાના પ્રવક્તાએ કહ્યું, ‘હિઝબુલ્લાહ ખૂબ જ ખતરનાક રમત રમી રહ્યો છે, લેબનોનને આના કારણે યુદ્ધનો સામનો કરવો પડશે’