Lockdown/ તમિલનાડુમાં બીજા રવિવારે પણ સંપૂર્ણ લોકડાઉન, જાણો ક્યાં સુધી લંબાવવામાં આવ્યા પ્રતિબંધો

રવિવારે, સંપૂર્ણ લોકડાઉન હેઠળ તબીબી, કરિયાણા વગેરે જેવી આવશ્યક સેવાઓ જ ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો અને સેવાઓ સ્થગિત રહેશે.

Top Stories India
તમિલનાડુમાં
  • તમિલનાડુમાં આજે સંપૂર્ણ લોકડાઉન
  • આ પહેલાં પણ લાદ્યું હતું સંપૂર્ણ લોકડાઉન
  • 9 જાન્યુ. એ લાદ્યું હતું સંપૂર્ણ લોકડાઉન

તમિલનાડુમાં કોરોનાના વધતા જતા કેસને જોતા આજે એટલે કે બીજા રવિવારે પણ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ પહેલા રાજ્યમાં 9 જાન્યુઆરી, રવિવારના રોજ પણ સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રથમ વખત ત્રીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા વીકએન્ડ લોકડાઉન સાથે આ વર્ષનું આ પહેલું લોકડાઉન હશે. કોરોનાની સાંકળ તોડવા માટે તમિલનાડુ સરકારે પહેલાથી જ નાઇટ કર્ફ્યુ જાહેર કરી દીધો હતો. ઘણા નિયંત્રણો સાથે રવિવારે સંપૂર્ણ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને હવે 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. તમિલનાડુમાં કોરોનાના વધતા જતા કેસને જોતા આજે એટલે કે બીજા રવિવારે પણ સંપૂર્ણ લોકડાઉન છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકશે નહીં

રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

રવિવારે, સંપૂર્ણ લોકડાઉન હેઠળ તબીબી, કરિયાણા વગેરે જેવી આવશ્યક સેવાઓ જ ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો અને સેવાઓ સ્થગિત રહેશે. પોલીસ વિભાગ અનેક ટીમો બનાવી તેનું મોનિટરિંગ કરશે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક ન પહેરવા પર દંડ થશે. રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે, પરંતુ માત્ર હોમ ડિલિવરી. મોલ, જીમ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે. વીકએન્ડ લોકડાઉન સાથે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે, જે દરમિયાન નાઇટ કર્ફ્યુના નિયમો પણ લાગુ થશે.

આ પણ વાંચો :હવે રસી લીધા વિના 15 થી 18 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ મળશે નહીં

આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 304 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઇકાલે ભારતમાં 2,68,833 કેસ સામે આવ્યા હતા.

દેશમાં આવી છે કોરોના વાયરસની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખ 50થી વધુ છે જે ધીમે ધીમે હજુ પણ વધી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 86 હજાર દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. રાહતની બાબત કહી શકાય કે એક જ દિવસમાં એક લાખ 38 હજાર દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે.

આ પણ વાંચો :હવેથી રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ દર વર્ષે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે …..

આ પણ વાંચો : અમારી ધીરજની પરીક્ષા લેવાની ભૂલ ન કરો’, આર્મી ચીફનો ચીન, પાકિસ્તાનને કડક સંદેશ

આ પણ વાંચો : હવે ઓક્ટોબર માસથી ૮ સીટર કારમાં ૬ એરબેગ ફરજીયાત રહેશે …