Vaccination/ દેશમાં રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ, લોકોને 156 કરોડથી વધુ ડોઝ અપાયા

16 જાન્યુઆરી, 2021 નાં ​​રોજ, દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી કોરોના રસી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં રસીનાં 157 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Top Stories India
કોરોના રસી
  • દેશમાં રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ,
  • લોકોને 156 કરોડથી વધુ ડોઝ અપાયા,
  • 0 થી 50 કરોડ ડોઝ – 203 દિવસ,
  • 50 થી 100 કરોડ ડોઝ – 75 દિવસ,
  • 100 થી 150 કરોડ ડોઝ – 82 દિવસ

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે દેશમાં આજે કોરોના રસીકરણનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ દિવસે 16 જાન્યુઆરી, 2021 નાં ​​રોજ, દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી કોરોના રસી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં રસીનાં 157 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / વાસી ઉત્તરાયણ બાદ દેશમાં આજે કોરોનાનાં કેસનો આંક પોણા ત્રણ લાખ નજીક પહોંચ્યો

અત્યાર સુધીમાં, દેશની લગભગ 65 કરોડની વસ્તીએ બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે લગભગ 69 ટકા લોકોને કોરોના રસીનાં બન્ને ડોઝ મળી ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં 87 કરોડને પહેલો ડોઝ મળ્યો છે. એટલે કે લગભગ 92 ટકા વસ્તીને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 3 કરોડ બાળકોને પહેલો ડોઝ મળ્યો છે. જો કે, એ ચિંતાનો વિષય છે કે દેશની 8 ટકા વસ્તી એવી છે, જેમને અત્યાર સુધી એક પણ રસી મળી નથી. વળી, 31 ટકા વસ્તી એવી છે, જેમને હજુ સુધી બન્ને રસી મળી નથી. આ પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ‘બરાબર એક વર્ષ પહેલા, ભારતે ભયંકર કોવિડ રોગચાળા વચ્ચે તેના 135 કરોડથી વધુ લોકોને રસીકરણની મુશ્કેલ યાત્રા શરૂ કરી હતી. અસંભવ જણાતું આ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં સક્ષમ નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે. દુનિયાએ ઉભા થઈને અમને બિરદાવ્યા. ભારતે અત્યાર સુધીમાં 156 કરોડ રસીનાં ડોઝ આપ્યા છે, જેમાંથી 99 કરોડ ડોઝ ગ્રામીણ ભારતમાં આપવામાં આવ્યા છે. આપણી પુખ્તવયની 70% વસ્તીને સંપૂર્ણ રસી મળી ચુકી છે. કાર્યક્રમ શરૂ થયો ત્યારથી 3 કરોડથી વધુ બાળકોને તેમનો પ્રથમ ડોઝ મળ્યો છે.

આ પણ વાંચો – OMG! / જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

તમને જણાવી દઈએ કે વધુ વસ્તીનાં કારણે હજુ પણ દેશમાં 33 ટકા વસ્તીને રસી આપવામાં આવી નથી. દેશની કુલ વસ્તી 138 કરોડ છે, જેમાં માત્ર 90 કરોડ લોકોને જ પ્રથમ ડોઝ મળ્યો છે, એટલે કે 48 કરોડ લોકોને હજુ રસીકરણ કરવાનું બાકી છે.