બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જીમમાં કસરત કરતી વખતે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને હાથ અને પીઠમાં દર્દ થયું હતું અને આંખોમાં અંધારુ છવાઈ ગયું હતું. તેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવશે.
શનિવાર સવારથી સૌરવ ગાંગુલીને હાર્ટની સમસ્યા હતી અને વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલનાં સૂત્રોએ પુષ્ટિ આપી કે સૌરવ ગાંગુલીને એન્જીયોપ્લાસ્ટીની જરૂર છે.
છાતીની ફરિયાદ બાદ ગાંગુલીને કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું છે કે તેને કાર્ડિયાક એરેસ્ટ થયું છે. ગાંગુલીની એન્જીયોપ્લાસ્ટી કરી પડશે. જો કે, ડોકટરોએ એમ પણ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, આ ક્ષણે તેમની સ્થિતિ સ્થિર રહે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…