અમદાવાદઃ વિકાસની પરિયોજનાઓની ભરમાર લઈને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નું આગમન થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે સ્વાગત કર્યુ હતું.
વડાપ્રધાન મોદી આવતાની સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા. પીએમ મોદી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના 50 વર્ષ નિમિત્તે એક લાખ ખેડૂતોને સંબોધિત કરશે. GCMMFને અમુલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં વે છે. તે વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે. લાખો ડેરી ખેડૂતોને સશક્તિકરણ કરવાની GCMMF ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
રાજ્યમાં ઘણી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી સુરતમાં કાકારાપાર પરમાણુ ઉર્જા સ્ટેશનમાં ઉત્પન્ન થનારી 1400 મેગાવોટની ક્ષમતાયુક્ત જળ રિએક્ટર (પીએચડબલ્યુઆર) રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉપરાંત તેમના એક દિવસીય પ્રવાસમાં આ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીમાં પણ પીએમ મોદી 14 હજાર કરોડ રૂપિયાની 23 પરિયોજનાઓનું લોકાર્પણ અને 13નો શિલાન્યાસ કરશે.
પીએમ મોદી કાકરાપાર પરમાણુ ઉર્જા સ્ટેશનમાં બે નવા યુનિટને રાષ્ટ્રને સોંપશે. ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 22500 કરોડથી વધુથી બનાવવામાં આવેલી કેપીએસ-3 અને કેપીએસ-4 પરિયોજનાઓની સંચયી ક્ષમતા 1400 મેગાવોટ છે. જે દેશનું સૌથી મોટું સ્વદેશી ક્ષમતાયુક્ત જળ રિએક્ટર છે. બંને રિએક્ટર દર વર્ષે લગભગ 10.4 અરબ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, દાદરા નગર હવેલી અને દીવ, દમણને વીજળી પૂરી પાડશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ