Interesting/ લોકડાઉનનાં સમયનો અલૌકિક સદુપયોગ, સોપારીમાં કંડારી અદ્દભૂત કલાકૃતીઓ

કોરોનાની મહત્મ બાબતો નેગેટીવ છે, વાત પણ સાચી છે કારણ કે કોરોનાએ વિશ્વને બાનમાં લીધુ છે અને વિશ્વભરે જે કોઇ દિવસ નહોતું કર્યું કે વિશ્વભરને લગીરે આશા ન હતી કે આવું પણ થઇ શકે તે કરાવ્યું છે

Ajab Gajab News Trending Lifestyle
sopari.jpg2 લોકડાઉનનાં સમયનો અલૌકિક સદુપયોગ, સોપારીમાં કંડારી અદ્દભૂત કલાકૃતીઓ

કોરોનાની મહત્મ બાબતો નેગેટીવ છે, વાત પણ સાચી છે કારણ કે કોરોનાએ વિશ્વને બાનમાં લીધુ છે અને વિશ્વભરે જે કોઇ દિવસ નહોતું કર્યું કે વિશ્વભરને લગીરે આશા ન હતી કે આવું પણ થઇ શકે તે કરાવ્યું છે. જો કોરોનાને પણ પોઝિટિવ લેવામાં આવે તો કોરોનાનાં કારણે  લોકડાઉનની નેગેટીવ સાઇટ ન જોતા પોઝિટિવ સાઇડ આપણી આઇ સાઇટ પર એવી આવે કે પ્રાણીઓ મુક્ત મને શહેરનાં ભરચક ગણાતા રોડ રસ્તા પર જોવામાં આવ્યા, વિશ્વમાં પ્રદુષણનું પ્રમાણ ધટ્યું, લોકો લોકડાઉનનાં કારણે પહેલી વખત આટલો લાંબો સમય ઘરમાં રહ્યા વગેરે વગેરે….

sopari.jpg3 લોકડાઉનનાં સમયનો અલૌકિક સદુપયોગ, સોપારીમાં કંડારી અદ્દભૂત કલાકૃતીઓ

સૌથી મોટી લોકડાઉનની બાબત તે પણ છે કે, વિશ્વભરમાં અનેક લોકોએ કોરોનાનાં કારણે લાધવામાં આવેલા લોકડાઉનમાં પોતાનાં ઓરતા એટલે કે શોખ પૂરા કર્યા કે, પોતાની ભૂલાઇ ગયેલી કલા પરથી કાટ ઉડાળ્યો. કોઇએ ગાર્ડનીંગ કર્યું, કોઇએ પેન્ટીંગ તો કોઇએ કુકીંગ કર્યું અને અનેક પોતાની ઉંઘ પૂરી કરવાનાં ઓરતા પણ પૂર્ણ કર્યા. અનેક લોકોએ આ લોકડાઉનનો સદઉપયોગ પણ કર્યો છે. સુરતનાં આ કલાકારની જ વાત લઇ લો ને….

sopari.jpg1 લોકડાઉનનાં સમયનો અલૌકિક સદુપયોગ, સોપારીમાં કંડારી અદ્દભૂત કલાકૃતીઓ

COVID-19 લોકડાઉનની અવધિનો ઉપયોગ કરતા સુરતના એક લઘુચિત્ર કલાકારે રામ મંદિર, ભગવાન ગણેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં અનેક લોકો અને સ્થાપત્યોને સોપારી પર વિવિધ રીતે કંડારી દીધા છે. કલાકાર પવન શર્માએ પોતાની સિધ્ધ હસ્તા વિશે વાત કરતા કહ્યું કે, “મેં સમયનો ઉપયોગ કરવા માટે ક્વોરેન્ટાઇન દરમિયાન આ શોખ પસંદ કર્યો હતો. સોપારીનાં પાનનાં બોક્સ, શંખ, શેલ સ્ટેન્ડ્સ, વાસણો વિગેરે વસ્તુઓ પર મેં આજ સુધી લગભગ 60 જેટલી કલાકૃતિઓ એટલે કે નાના લઘુચિત્રો કંડારી કાઢ્યા છે.

sopari લોકડાઉનનાં સમયનો અલૌકિક સદુપયોગ, સોપારીમાં કંડારી અદ્દભૂત કલાકૃતીઓ

“શર્માજી નાના સોપારી પર વિવિધ વસ્તુઓ બનાવી છે, જેમ કે ભગવાન ગણેશ, રામ મંદિર, કોરોના વોરિયર્સ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મૂળાક્ષરો અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, સોપારી પર આ બધુ કંડારવું તે થોડુ મુશ્કેલ છે, પરંતુ સખત મહેનતથી આ સંભવ બની શક્યું, શરૂઆતમાં એક મૂળાક્ષરની રચના કરવામાં મને લગભગ બેથી ત્રણ કલાકનો સમય લાગ્યો હતો, પરંતુ હવે પ્રેક્ટિસથી હું લગભગ 15 મિનિટમાં આબેહુબ કોતરણી કરી શકું છું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…