Not Set/ આ દેશના પૂર્વ વડાપ્રધાન પોતાની પત્નીને ખભે ઉપાડીને ચાલી રહ્યા છે જેથી તેના પગ ખરાબ ન થાય , વાંચો સમગ્ર મામલો

ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે.  ભૂતાનના પૂર્વ વડાપ્રધાન શેરીન તોગબેએ એક ફોટો શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય બની ગઈ છે. આ ફોટોમાં તેમણે પોતાની પત્ની ટાશી ડોમાંને પીઠ પર ઉપાડીને ચાલી રહ્યા છે જેથી પત્નીના પગ માટીવાળા ગંદા ન થાય. Not as dashing as Sir […]

Top Stories World Trending
bhutan આ દેશના પૂર્વ વડાપ્રધાન પોતાની પત્નીને ખભે ઉપાડીને ચાલી રહ્યા છે જેથી તેના પગ ખરાબ ન થાય , વાંચો સમગ્ર મામલો

ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે.  ભૂતાનના પૂર્વ વડાપ્રધાન શેરીન તોગબેએ એક ફોટો શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય બની ગઈ છે. આ ફોટોમાં તેમણે પોતાની પત્ની ટાશી ડોમાંને પીઠ પર ઉપાડીને ચાલી રહ્યા છે જેથી પત્નીના પગ માટીવાળા ગંદા ન થાય.

આ ફોટો પૂર્વ વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે અને લખ્યું છે કે સર વોલ્ટર રૈલેની  જેમ ડેશિંગ તો નથી પરંતુ પોતાની પત્નીના નાજુક પગ ને સાફ રાખવા માટે એક માણસે તે જ કરવું જોઈએ જેની તેનાથી ઉમ્મીદ હોય.

Image result for sir walter raleigh elizabeth

તમને જણાવી દઈએ કે બ્રિટનના પ્રખ્યાત અંગ્રેજી લેખક સર વોલ્ટર રૈલેએ રાણી એલીઝાબેથના પગ માટીમાં ખરાબ ન થાય એટલે રસ્તા પર પોતાના કપડાને પાથરી દીધા  હતા.

લેખક સર વોલ્ટર રૈલેની જેમ જ પૂર્વ વડાપ્રધાને પોતાની પત્નીના પગ ખરાબ  ન થાય તે માટે પોતાના ખભા પર ઉપાડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે .

Image result for tshering tobgay with his wife

પૂર્વ વડાપ્રધાનની આ વાયરલ થયેલી ફોટો એ સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતી લીધા છે. દુનિયાભરમાં લોકો માત્ર તેમની ફોટો શેર જ નથી કરતા પરંતુ તેમના વખાણ પણ કરે છે. તો બીજી તરફ ભૂતાનના લોકોનું કહેવું છે કે પૂર્વ વડાપ્રધાન અને તેમની પત્નીનું આ પ્રેમી જોડું બધા માટે એક નવું ઉદાહરણ છે.

તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન શેરીંગ તોબગે ભૂતાનના પ્યુપલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે.

જુલાઈ, ૨૦૧૩ થી ઓગસ્ટ ૨૦૧૮ સુધી તેઓ ભૂતાનના વડાપ્રધાન રહ્યા છે. તેમની પત્ની એસેમ્બલીમાં વિપક્ષ દળના નેતા રહી ચુક્યા છે.