Gujarat-Loksabha election 2024/ આણંદની સભામાં PM મોદીએ સરદાર પટેલને કર્યા યાદ ‘સરદાર સાહેબની ભૂમિમાં જે શિખ્યો તે આજે કામ આવે છે’

PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસમાં આજે આણંદમાં જાહેરસભા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આણંદની જાહેરસભામાં સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે ‘સરદાર સાહેબની ભૂમિમાં જે શિખ્યો તે આજે કામ આવે છે’.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 02T121215.429 આણંદની સભામાં PM મોદીએ સરદાર પટેલને કર્યા યાદ 'સરદાર સાહેબની ભૂમિમાં જે શિખ્યો તે આજે કામ આવે છે'

ગુજરાત : PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસમાં આજે આણંદમાં જાહેરસભા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આણંદની જાહેરસભામાં સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે ‘સરદાર સાહેબની ભૂમિમાં જે શિખ્યો તે આજે કામ આવે છે’. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ છેગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘણા સમય સુધી મેં સેવા કરી. તમારા પ્રેમે જ મને દિલ્હી બેસાડયો છે. એટલે મને વિશ્વાસ છે કે આ લોકસભા ચૂંટણીમાં આણંદ અને ખેડા તમામ રેકોર્ડ તોડશે અને વધુ મતદાન કરશે.

હું ગુજરાતની ધરતી પર આશીર્વાદ લેવા આવ્યો છું. 140 કરોડના દેશવાસીઓના સપના પુરા કરવા મને આશીર્વાદ જોઈએ. આણંદમાં આજે કેસરિયા સાગર જેવો માહોલ જોવા મળ્યો. હું ગુજરાતમાં ચૂંટણી લડ્યો અને લડાવી પણ. દેશે ભાજપનો 10 વર્ષનો સેવાકાળ જોયો છે. દુનિયાના કોઈ પણ દેશમાં એક ગુજરાતી તો જોવા મળે જ છે. અને જ્યાં ગુજરાતી વસે ત્યાં બીજા ગુજરાતીઓ પણ વસવા લાગે છે.

પીએમ મોદીએ કર્યા કોંગ્રેસ પર પ્રહારો
ભારતમાં કોંગ્રેસનો શાસનકાળ હતો. પરંતુ ભાજપનો આ સેવાકાળ છે. એક ચા વાળાએ દેશની ઈકોનોમિને 5માં નંબરે પહોંચાડી. 10 વર્ષમાં 50 કરોડથી વધુ લોકોના જનઘન ખાતા ખુલ્યા. 10 વર્ષમાં ભાજપે 100 ટકા શૌચાલય બનાવ્યા. દેશમાં જે મુદ્દાને લઈને હંમેશા વિવાદ રહ્યો તેને બહુ જલદી ઉકેલ લાવ્યો. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને હટાવી અને ત્યાંના લોકોને સુરક્ષા સાથે રોજગારી પણ મળી. કશ્મીરમાંથી કલમ 370 હટાવી સરદાર સાહેબનું સપનું પૂર્ણ કર્યું. ભાજપ દેશના વિકાસમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ નેતાઓ સંવિધાનને લઈને ભાજપ માટે ખોટી અફવા ફેલાવી રહ્યા છે. કોંગ્રેસના શહેઝાદા સંવિધાન માથા પર રાખી નાચી રહ્યા છે. સમાજમાં કોંગ્રેસ લડાઈ કરાવવા માંગે છે. કોંગ્રેસ જુઠ્ઠનો સામાન વેચવા લાગી છે. કોંગ્રેસ ફક્ત મોદીને જ રોજ નવા અપશબ્દો બોલે છે. કોંગ્રેસ આજે ફેક ફેક્ટરી બની ગઈ છે. 25 કરોડને ગરીબી રેખાથી બહાર લાવ્યા. ગરીબોએ આજે કોંગ્રેસને છોડી દીધી છે. કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબો સાથે ખેલ કરતી હોય છે. કોંગ્રેસ હિંદુઓ સાથે અન્યયાય કરશે કારણ કે તેમના મેનીફોસ્ટો પર મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે.

મોદી કી મજબૂત સરકાર ના ઝૂકતી હૈ, ના રુકતી હૈ
મોદી કી મજબૂત સરકાર ના ઝૂકતી હૈ, ના રુકતી હૈ. નામ લીધા વગર પીએમના પાકિસ્તાન પર પ્રહાર કર્યા. જેના હાથમાં બોમ્બ હાથ આજે તેના હાથમાં કટોરો છે. આંતકવાદીઓને એક્સપોર્ટ કરનાર આજે લોટ માટે રહે છે. પાકિસ્તાનનું આજે ટાયર પંકચર થઈ ગયું છે. કોંગ્રેસ માટે હવે પાકિસ્તાનીઓ દુઆ કરી રહ્યા છે. ભારત આખી દુનિયા માટે બ્રાઈટ સ્પોર્ટ છે. શહેઝાદાને પીએમ બનાવવા માટે પાકિસ્તાન દુઆ કરી રહ્યું છે. યુક્રેનમાં પાકિસ્તાનના લોકો પણ ભારતનો તિરંગો દેખાડવા લાગ્યા છે. આ છે ભારત દેશની સાચી તાકાત.

આણંદ બાદ સુરેન્દ્રનગરમાં સભા
આણંદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં પણ સભા ગજવશે. સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં લોકસભા બેઠકના 3 ઉમેદવાર પણ હાજર રહેશે. વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પીએમ મોદીની જાહેરસભાને લઈને સુરેન્દ્રનગરમાં 1100 જેટલા પોલીસ કર્મીઓને ખડેપગે તૈનાત કરાયા છે. આણંદની જાહેરસભામાં પંહોચતા પહેલા જ PMના આગમન પુર્વે મોદીના હમશકલ પંહોચતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?