અમદાવાદ/ પ્રેમિકાના ત્રાસથી વકીલનો આપઘાત, શિવરંજની ચાર રસ્તા પેટ્રોલ છાંટી આગ લગાવી

મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે શિવરંજની ચાર રસ્તા પાસે શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો હતો.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 05 02T121916.762 પ્રેમિકાના ત્રાસથી વકીલનો આપઘાત, શિવરંજની ચાર રસ્તા પેટ્રોલ છાંટી આગ લગાવી

Ahmedabad News: અમદાવાદમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. સામાન્ય બાબતે લોકો આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પણ વિચાર નથી કરતા ત્યારે આવામાં ફરી એકવાર શહેરમાં આપઘાતની ઘટના સામે આવી છે. એક વકીલે પ્રેમિકાથી તંગ આવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર. મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે શિવરંજની ચાર રસ્તા પાસે શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો હતો.

મહત્વનું છે કે, આપઘાત કરતા પહેલા વકીલે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તેની પ્રેમિકા પૈસા પડાવીને તેને બ્લેકમેલ કરતી હતી.રન્નાપાર્કમાં રહેતો 35 વર્ષીય ભાગ્યેશ સાધુ મેટ્રો કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. 28 એપ્રિલે ભાગ્યેશ કોર્ટમાં જવાનું કહી નીકળ્યો હતો. દરમિયાન સાંજે તે શિવરંજની ચાર રસ્તા પાસે શરીર પર પેટ્રોલ છાંટી સળગી ગયો હતો, જેથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં 30 એપ્રિલે તેનું મૃત્યુ થયું હતું.

આપને જણાવી દઈએ કે,ભાગ્યેશના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડે જુઠ્ઠો પ્રેમ અને શારીરિક સંબંધો બનાવ્યા અને હવે મારી સાથે કૂતરા જેવો વ્યવહાર કરે છે, ખોટા આરોપો લગાવે છે અને ઘણો ખર્ચ કરે છે. સુસાઇડ નોટના આધરે ભાગ્યેશના પિતાએ ભાગ્યેશની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મણિનગરમાં રહેતી યુવતી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ યુવતીએ અગાઉ ભાગ્યેશ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા

આ પણ વાંચો:ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’

આ પણ વાંચો:DRDO મારફતે દરિયાકિનારે મિસાઈલનું સફળ પરિક્ષણ