PM Modi Visit Gujarat/ Live : ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’

PM મોદી 2 દિવસીય ગુજરાત મુલાકાતમાં 6 સ્થળ પર મતદારોને સંબોધન કરવા સભા યોજશે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 01T164059.914 Live : ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર 'તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું'

PM મોદી 2 દિવસીય ગુજરાત (PM Modi Gujarat Visit) મુલાકાતમાં 6 સ્થળ પર મતદારોને સંબોધન કરવા સભા યોજશે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત મુલાકાત દરમ્યાન પીએમ મોદી ડીસા, હિંમતનગર, આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગર દક્ષિણ બેઠક પર જાહેર સભા ગજવશે. ડિસામાં પીએમ મોદીની જાહેરસભામાં સી.આર.પાટીલે લોકોને સંબોધન કરી રહ્યા છે. લોકો આતુરતાથી પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે.

Live Update : 04:50 PM

પીએમ મોદી : વડાપ્રધાન મોદીને જાહેરસભાને સંબોધન પહેલા જ સભામાં લાગ્યા મોદી મોદીના નારા લાગ્યા. પીએમ મોદીએ ભારત માતા કી જય કઈ સંબોધનની શરૂઆત કરી.  માં અંબાના ચરણોમાં આવી ગુજરાતની પ્રથમ સભાની શરૂઆત કરી. PM તો દિલ્હીમાં હોય અહીં તો આપણા નરેન્દ્ર ભાઈ હોય.

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. તમે લોકોએ મને દેશની સંવા કરવાનો મોકો આપ્યો. ગુજરાતની સેવા બાદ તમે મને દેશની સેવા કરવા મોકલ્યો. 2014 પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. પહેલા દેશમાં આતંકવાદ અને રમખાણના ના જ સમાચાર મળતા. આ વખતની લોકસભા ચૂંટણીમાં મારા 20-25 વર્ષના અનુભવને લઈને આવ્યો છું. નવી સરકારમાં અમારી પાસે 100 દિવસનો પ્લાન તૈયાર છે. દેશમાં અત્યારે લોકો મોદીની ગેરેંટી આપી રહ્યા છે અને આ ગેરંટી હિંમતથી જ આપી શકાય છે.

બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી વિજયી બનીને દિલ્હી આવશે તેવો મને વિશ્વાસ છે. પાટણથી ભરતસિંહ ડાભી વિજય થઈને દિલ્હી આવશે. નવી સરકારનો પ્લાન અત્યારથી જ તૈયાર છે. હવે રેખાબેનને મત આપો એટલે મોદીને મત આપ્યો જ કહેવાય. ભરતસિહને મત એટલે મોદીને મત. આ લોકસભા ચૂંટણીમાં ખાલી સીટો જ નહીં પોલિંગ બુથ પણ જીતવાના છે.

ડિસામાં જનસભાને સંબોધતાપીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મારી મજાક કરનારાઓને દેશે મજબૂત જવાબ આપ્યો મોદી પર લોહીની દલાલી કરવાના આરોપ લગાવ્યા. તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું. તેઓએ મારા માતા પિતાને પણ ખરાબ કહ્યાં. 2019 પછી તેઓએ મોદીનું અપમાન કરવાનું વધારી દીધું છે. તમે ગુજરાતથી કોંગ્રેસને હટાવી ફરી તેમને પગ ના મુકવા દીધો.

ડીસાથી સી.આર.પાટીલનું સંબોધન :

ડિસામાં જાહેસભાને સંબોધન કરતા પાટીલે કહ્યું  આપણા આદરણીય વડાપ્રધાન અહીં પધાર્યા છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં આપણે મહત્તમ જીત મેળવવાની છે. પીએમ મોદીએ આપેલ નારો ‘અબ કી બાર 400 પાર’ આપણે સૌને પૂરો કરવાનો છે. મોદીની ગેરેંટી પર સૌ ને ભરોસો છે.

PM મોદી (PM Modi )ની 2 દિવસીય ગુજરાતમાં મુલાકાતમાં 1 મેના રોજ ડિસા અને હિમંતનગરમાં સભા કરશે. જ્યારે બીજા દિવસ એટલે કે 2જી મેના રોજ આણંદના શિક્ષણનગરી વિદ્યાનગરમાં આવેલ શાસ્ત્રી મેદાનમાં સભા યોજશે. તેમજ આણંદ અને ખેડા લોકસભા મત વિસ્તારના મતદારો અને નાગરિકોને સંબોધન કરશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે રાજ્યમાં PM મોદીની મુલાકાત વધુ સુચક રહેશે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રુપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાને હટાવો અને કોંગ્રેસને મત આપો જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જો કે પીએમ મોદીની મુલાકાતના પૂર્વ દિવસે ક્ષત્રિય આગેવાનો દ્વારા શાંતિથી વિરોધ કરવાની અપીલ કરાઈ હતી. કેટલાક ક્ષત્રિય આગેવાનોએ યુ-ટર્ન લેતા ભાજપના બદલે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.

મહત્વનું છે કે ક્ષત્રિય અને રૂપાલાના વિવાદ વચ્ચે આજે PM મોદી ગુજરાત સ્થાપના દિને રાજ્યની મુલાકાતે છે. PM મોદીની ગુજરાત મુલાકાતને લઈને અપડેટ સામે આવી છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી નીકળી ડિસા પંહોચી રહ્યા છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમ્યાનના સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા અને આયોજન જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?

આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી