સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી રાણપુર રોડ પર ઇલેક્ટ્રિક હેવી વીજલાઇનનાં વીજવાયર પડતા ચાર ગાય નાં મોત થયાં છે. લીંબડી નજીક ખોડિયાર મંદિરની સામે ખેતરમાં ચાર ગાયનાં મોત વીજવાયર પડવાથી થવાના કારણે પશુપાલકો રોષે ભરાયા હતા તંત્રની બેદરકારીના કારણે ગાયના મોત થયાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાણપુર રોડ પર આવેલા ખેતરમાં હેવી વીજલાઇનનાં વીજપોલ ખેતરમાં પડતા લાઈવ વાયરને ગાય અડી ગઈ હતી. ઘટનાસ્થળે જ ગાયોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
આ પણ વાંચો : પ્રિ-મોન્સુનમાં પાણી ફર્યું : માનિતા કોન્ટ્રાક્ટરને રૂ.168 કરોડના કામની લહાણી : કોંગ્રેસના આકરા આક્ષેપો
