પોરબંદર તાલુકાના વડાળા ગામના ખેડુતોને પાક વિમો નહી મળતા આજે ખુડુતોએ સમગ્ર ગામની અંદર પાક વિમો નહી તો મત નહી તેવા બેનરો લગાવી સરકાર સામે આક્રોષ વ્યકત કર્યો હતો. તો બીજી તરફ રાજકીય આગેવાનોએ ગામમા ન પ્રવેશવા પણ જણાવ્યુ હતુ.
પોરબંદર જીલ્લામા પાક વિમો નહી મળતા ધરતીપુત્રો રોષે . ભરાયા છે વડાળા ગામે ખેડૂતો એ પાક વિમો નહી તો મત નહી તેવા બેનરો લગાડી અને સરકાર સામે આક્રોષ વ્યકત કર્યો છે. લોકસભાની ચુંટણી પૂર્વે જ ખેડુતોએ પાક વિમાના મુદે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે આજે વડાળા ગામે મોટી સંખ્યામા ખેડુતો એકત્રિત થયા હતા અને ગામમા વિવિધ સ્થળોએ પાક વિમો નહી તો મત નહી તેવા બેનરો લગાડયા હતા. અને ખેડુતોએ આક્રોષ ભેર એવુ જણાવ્યુ હતુ કે, નહિવત વરસાદને કારણે ગત વર્ષે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો તેમ છતા સરકારે બરડા પંથકના ખેડુતોને પાક વિમો આપ્યો નથી જેને લઈને ભારે રોષ્ ભભુકી ઉઠયો છે.

આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમા નહિવત વરસાદને કારણે મોટાભાગના ખેડુતોનો પાક નિષ્ફળ ગયો છે. જેને લઈને ખેડુતોએ પાક વિમાની માંગ કરી હતી. ત્યારબાદ વિમા કંપની ધ્વારા પાક નિષ્ફળ અંગે ક્રોપ કટીંગની કામગીરી હાથ ધરવામા આવી હતી. પરંતુ પીયતવાળા ખેતરોમા ક્રોપ કટીંગ કરી ખેડુતોને પડયા પર પાટુ મારવાનુ કામ વિમા કંપનીએ કયર્ુ હતુ. જેને લઈને ખેડુતોમા ભારે નારાજગી જોવા મળી હતી. ખેડુતોએ એવુ પણ જણાવ્યુ હતુ કે, ભાજપ પાક વિમો આપતી નથી અને કોંગ્રેસે પણ આ મુદાને સરકાર સામે અસરકારક રીતે ઉઠાવ્યો નથી. આથી આ વિસ્તારના ખેડુતો ધ્વારા મતદાનનો બહિષ્કાર કરી અને રાજકીય પક્ષાો સામે પોતાનો આક્રોષ્ા વ્યકત કરશે.
ખેડુતોને પાક વિમો મળતો નથી. સિંચાઈનુ પુરતુ પાણી આપવામા આવતુ નથી અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડુતો સાથે સરકાર અન્યાય કરી રહી છે. ધરતીપુત્રો અનાજ ઉત્પન કરે છે તેમ છતા તેમની અવગણના કરવામા આવી રહી છે. પોરબંદરન બરડા પંથકના ખેડુતોને પાક વિમો નહી મળે તો આગામી સમયમા જલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
