Not Set/ જેતપુર: બળજબરી પૂર્વક અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની આપી ધમકી

જેતપુર જેતપુર શહેરમાં એક યુવતીનો અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. યુવતી પોતાના મિત્ર સાથે જેતલસરના પુલ નીચે વાતો કરતી હતી. ત્યારે જેતલસર જંકશનના આઠ યુવાનો આવી યુવતીના તેના મિત્ર સાથેની વિડીઓ ઉતારી અભદ્ર વર્તન કર્યા હતા. ત્યાર બાદ યુવતી અને યુવકનો  વિડીઓ ક્લીપ ઉતારી અને આ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની […]

Top Stories Gujarat Trending

જેતપુર

જેતપુર શહેરમાં એક યુવતીનો અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. યુવતી પોતાના મિત્ર સાથે જેતલસરના પુલ નીચે વાતો કરતી હતી. ત્યારે જેતલસર જંકશનના આઠ યુવાનો આવી યુવતીના તેના મિત્ર સાથેની વિડીઓ ઉતારી અભદ્ર વર્તન કર્યા હતા.

ત્યાર બાદ યુવતી અને યુવકનો  વિડીઓ ક્લીપ ઉતારી અને આ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આરોપીના  મિત્રોએ યુવતીના પુરુષ મિત્રને ત્યાંજ ગોંધી રાખ્યા હતા અને યુવતીને તેણીના જ સ્કુટર પર બળજબરી પૂર્વક અપહરણ કરીને વ્રજ હોટલમાં લઈ ગયા હતા.

ત્યાં યુવતીના બિભત્સ ફોટા પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે વખત પરાણે શરીર સંબંધ બાંધીને યુવતીને જવા દીધી હતી. સાથે્ જ યુવતીના મિત્ર સાથે મારઝૂડ કરી તેનું એટીએમ કાર્ડ લૂંટી તેને પણ જવા દીધા અને લૂંટ કરેલ એટીએમ કાર્ડમાંથી 80 હજાર રૂપિયા ઉપાડ્યા હતા.

આ મામલે યુવતીના પરિવારજનોએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ભોગ બનનાર યુવતીની ફરીયાદ પરથી આરોપી સામે અપહરણ, દુષ્કર્મ તેમના મિત્રો સામે યુવતીના મિત્રને ગોંધી રાખવાનો અને મદદગારીનો તેમજ હોટલ મેનેજર વિરૂધ કોઈ પણ જાતના આધાર પુરાવા વગર રૂમ આપવાનો ગુન્હો નોંધ્યો હતો.