નવી દિલ્હી,
પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી વિરુધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલ હેઠળ દુનિયાના ૧૯૨ દેશો આવે છે, ત્યારે હવે આ કૌભાંડી દુનિયાના કોઈ પણ એરપોર્ટ પર જોવા મળશે તો તેની ધરપકડ કરવામાં આવશે.
જાણો, શું હોય છે રેડ કોર્નર નોટિસ અને કોના દ્વારા કરાય છે ઈશ્યુ ..
પંજાબ નેશનલ બેંકના સૌથી મોટા કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદી વિરુધ ભારતની વિનતી પર ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે.

ઇન્ટરપોલ એટલે કે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન નામની એક સંસ્થા છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાના તમામ દેશોની પોલીસ વચ્ચે સમન્વયનું કામ કરે છે. આ તમામ દેશોમાં જેટલી પોલીસ સાથે ઇન્ટરપોલ સમન્વય સાધવાનું કામ ઇન્ટરપોલ કરે છે ત દેશ આ સંસ્થાનો સભ્ય કહેવાય છે. તાજેતરમાં દુનિયાના ૧૯૨ દેશો આ સંસ્થાના સભ્યો છે.
સૌપ્રથમ આં સંસ્થાને ૧૯૨૩માં ગઠન ICPC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન તરીકે કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ૧૯૫૬માં ઇન્ટરપોલના નામથી જાણવામાં આવે છે.
શું છે રેડ કોર્નર નોટિસ ?
રેડ કોર્નર નોટિસ એ ઇન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવતી ખાસ નોટિસ છે જે એક અલગ લેવલથી કામ કરે છે અને આ સંસ્થાના સભ્ય દેશોમાં કોઈ ગુનામાં શામેલ આરોપી વિરુધ જાહેર કરાય છે.
રેડ કોર્નર નોટિસ કોઈ ખાસ વ્યક્તિ વિરુધ કરવામાં છે, ત્યારે કોઈ સભ્ય દેશનો આરોપી કોઈ દેશમાં છુપાયો હોય છે ત્યારે ત્યાંની પોલીસની મદદથી તે વ્યક્તિની ધરપકડ કરવા માટેની કોશિશ કરવામાં આવે છે અને જે તે દેશનો તે આરોપી હોય તેઓને સોપવામાં આવે છે.
કેટલીક વાર એવું બનતું હોય છે કે, કોઈ આરોપી દેશ છોડીને બીજા દેશમાં ચાલી જાય છે ત્યારે આ આરોપીને પકડવા માટે સરકાર બીજા દેશોની પોલીસની મદદ લેવા માટે આ નોટિસ જાહેર કરાવતી હોય છે, જેના કારણે જે તે દેશમાં અપરાધી છુપાયો હોય છે, તેનું પ્રત્યાર્પણ કરાતું હોય છે.
આ અરસામાં આરોપીને દોષિત ઠેરવ્યા બાદ જે દેશનો આરોપી હોય છે ત્યાંથી deport કરાતો હોય છે.
પરંતુ જયારે કોઈ આરોપી વ્યક્તિ કોઈ ગુનો કરીને બીજા દેશોમાં ભાગી જાય છે ત્યારે તેને પકડવો મુશ્કેલ હોય છે કારણ કે તેને ખુબ લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પાલન કરવાનું હોય છે.
