Not Set/ કેપ્ટન વિરાટ કોહલી સહીત ટીમ ઈન્ડિયા રાજકોટમાં, ખેલાડીઓની એક ઝલક નિહાળવા માટે એરપોર્ટ બહાર લોકોની ભીડ જામી

રાજકોટ, રાજકોટમાં આગામી ચોથી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી રમાનાર ટેસ્ટમેચને રમાનાર છે .જેને લઈને સોમવારે રાતના આઠ વાગ્યાની આસપાસ ટીમ ઈન્ડિયા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. કેપ્ટન વિરાટ કોહલી, કે એલ રાહુલ, અશ્વિન, કુલદીપ યાદવ સહીતના ખેલાડીઓની એક ઝલક નિહાળવા માટે એરપોર્ટ બહાર લોકોની ભીડ જામી હતી. ટીમ ઇન્ડિયા શહેરના 150 ફૂટ રિંગરોડ પરની ફોર્ચ્યુન […]

Gujarat Rajkot Trending

રાજકોટ,

રાજકોટમાં આગામી ચોથી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી રમાનાર ટેસ્ટમેચને રમાનાર છે .જેને લઈને સોમવારે રાતના આઠ વાગ્યાની આસપાસ ટીમ ઈન્ડિયા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી.

કેપ્ટન વિરાટ કોહલી, કે એલ રાહુલ, અશ્વિન, કુલદીપ યાદવ સહીતના ખેલાડીઓની એક ઝલક નિહાળવા માટે એરપોર્ટ બહાર લોકોની ભીડ જામી હતી. ટીમ ઇન્ડિયા શહેરના 150 ફૂટ રિંગરોડ પરની ફોર્ચ્યુન હોટલ ખાતે રોકાણ કરવાની છે.

જ્યાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાનાર મેચને લઈને બંને ટીમો મંગળવારે પ્રેક્ટિસ કરી હતી. વેસ્ટઇન્ડિઝની ટીમે સવારે 9 થી 11 વાગ્યા સુધી પ્રેકટિસ કરી હતી.

જ્યારે ટીમ ઈન્ડિયાએ બપોરે 3 થી 5 દરમિયાન પ્રેક્ટિસ કરશે. હાલ આંતરરાષ્ટ્રીય કક્ષાની આ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મેચની ટિકિટોનું પણ ધૂમ વેચાણ થયું હોવાથી મોટી સંખ્યામાં દર્શકો આ મેચનો આનંદ માણશે તે નિશ્ચિત છે.