Lifestyle/ ચપટી હિંગને ગરમ પાણી સાથે પીઓ, મળશે પેટની ગડબડથી છૂટકારો

શું તમને વારંવાર પેટસંબંધી તકલીફો રહ્યાં કરે છે તો, જાણો કે યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ચપટીભર હિંગનું સેવન કેટલું લાભદાયક છે!!

Lifestyle Tips & Tricks Food Trending

Lifestyle: જે વ્યક્તિઓને પાચન સંબંધી સમસ્યાઓ હંમેશાં રહ્યાં કરતી હોય એની તકલીફ તો એમનું મન જ જાણતુ હોય! એ પોતે જ એટલા બધા કંટાળી ગયા હોય છે કે નથી રહી શકતા કે નથી સહી શકતા! કબજિયાતની તકલીફને કારણે એમનું પેટ પણ સાફ થતું નથી, પરિણામે સમગ્ર સ્વાસ્થ્ય પર એની ખરાબ અસરો થાય છે. આ સંજોગોમાં, આપણને દાદીમા અને નાનીમાના નુસખા અવશ્ય યાદ આવશે જ! એમના જમાનાથી જ ‘ગટ હૅલ્થ’ માટે હિંગનો પ્રયોગ ચમત્કારી સિદ્ધ થયેલો છે. હિંગના ઔષધિય ગુણોને કારણે એ પેટની સાથે-સાથે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને હકારાત્મક અસરો પહોંચાડે છે. જે લોકોના પેટમાં ગરબડ રહ્યાં કરતી હોય એમણે હિંગનું સેવન અવશ્ય કરવું જોઇએ. તો ચાલો હવે જાણીશું, હિંગના સ્વાસ્થ્યલાભ અને એનો કેવી રીતે પ્રયોગ કરવો એ અંગે વિસ્તૃત રીતે…

પાચનસંબંધી તકલીફો દૂર કરે

હિંગમાં એવા ઘણા ઘટકો હોય છે જે પેટ સંબંધી રોગોમાં ફાયદાકારક નીવડે છે. પેટ ફૂલી જવું, એસિડિટી તથા પેટમાં દુખાવો થવો આ તમામ તકલીફોથી છૂટકારો મેળવવા માટે તમે હિંગનું સેવન સત્વરે શરુ કરી દો. દરરોજ નિયમિત રીતે એના સેવનથી તમારું પેટ તદ્દન સાફ રહેશે અને કબજિયાતની સમસ્યા દૂર થશે.

તંદુરસ્તીમાં વધારો કરે

અમુક લોકોને થાક અને શારીરિક નબળાઇની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફને દૂર કરવા માટે તમારે હિંગનું સેવન કરવું જોઇએ. તમે વજન ઘટાડવા માગતા હો તો તમારી વેઇટ લૉસ જર્નીને સુચારુ બનાવવા માટે પણ હિંગને તમારા ડાયેટ પ્લાનનો હિસ્સો બનાવી શકો છો. હંમેશાં શરદી અને ઉધરસની તકલીફથી હેરાન થતા લોકોએ પણ ગરમ પાણી સાથે હિંગનું સેવન કરવું જોઇએ.

હિંગના પ્રયોગની સાચી વિધિ

સૌપ્રથમ એક ગ્લાસ ભરીને પાણી લો, હવે એને એક નાની તપેલીમાં ગરમ કરી લો. પી શકાય એટલા ગરમ પાણીમાં એક ચપટીભર હિંગને મિક્સ કરી લો. જો તમે ઇચ્છો તો નવશેકા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ હિંગ વાળા પાણીને ઘૂંટડે-ઘૂંટડે પી જવું. વધુ સારા પરિણામ માટે તમારે સવારમાં નરણા કોઠે આ પાણીનું સેવન કરવું જોઇએ. આ પ્રયોગને નિયમિત રીતે કરવાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!