Not Set/ એક્ટર નીલ નીતિન મુકેશની ફિલ્મ ‘દશહરા’નું ટ્રેલર રિલીઝ…

મુંબઈ એક્ટર નીલ નીતિન મુકેશની આવનારી ફિલ્મ ‘દશહરા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આશરે ત્રણ મિનીટના આ ટ્રેલરને જોઈને લાગે છે કે આ ફિલ્મમાં અચ્છાઈ અને બુરાઈનની વચ્ચેની લડાઈ પર બની છે. ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે પોલીસ ટીમ એક હોસ્ટેલમાં પહોંચે છે જ્યાં તેમને 4 લોકો મૃત હાલતમાં મળે છે. પહેલા જોઇને લાગે […]

Trending Entertainment Videos

મુંબઈ

એક્ટર નીલ નીતિન મુકેશની આવનારી ફિલ્મ ‘દશહરા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આશરે ત્રણ મિનીટના આ ટ્રેલરને જોઈને લાગે છે કે આ ફિલ્મમાં અચ્છાઈ અને બુરાઈનની વચ્ચેની લડાઈ પર બની છે. ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે પોલીસ ટીમ એક હોસ્ટેલમાં પહોંચે છે જ્યાં તેમને 4 લોકો મૃત હાલતમાં મળે છે. પહેલા જોઇને લાગે છે કે આ ચાર લોકોએ આત્મહત્યા કરી છે પરંતુ તપાસ કર્યા પછી જણવા મળે છે કે આ આત્મહત્યા નથી પણ હત્યા કરવામાં આવી છે.

Related image

આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ એક સાચા પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવી રહ્યા છે. કે જેમને વિશ્વાસ છે કે આ હત્યા કરનારનની પાછળના માસ્ટરમાઈન્ડ કે જે એક રાજનેતા છે. જેને બેનકાબ કરી જેલમા પહોંચાડવામાં સફળ થશે.

જુઓ ટ્રેલર…

મનીષ વાત્સલ્યના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ‘દશહરા’માં નીલ નીતિન મુકેશે તેમના 11 વર્ષના ફિલ્મ કરિયરમાં પહેલીવાર પોલીસ અધિકારીની ભૂમિકા કરી રહ્યા છે. આ ફિલ્મમાં ટીના દેસાઈ અને ગોવિંદા નામદેવ પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ આ મહિનની 26 તારીખે રિલીઝ કરવામાં આવશે અને આ ફિલ્મ સાથે સૈફ અલી ખાનની ફિલ્મ ‘બાજાર’ કે જે 26 ઓક્ટોમ્બર રિલીઝ થઇ રહી છે તેને બોક્સ ઓફિસ પર ટક્કર આપશે.