Entertainment: આ ફિલ્મોમાં નજરે ચડશે દોસ્તી, ઇંતજાર, ઝનૂન, ત્યાગ અને સમર્પણના અનેક રંગો…જો તમે તમારા વેલેન્ટાઇન ડે (Valentine’s Day) ને વિશેષ બનાવવા ઇચ્છો છો તો આ ફિલ્મો જોતા-જોતા એક રોમેન્ટિક બોલીવુડ મૂવી (Romantic Bollywood Movies) નાઇટ જરુર પ્લાન કરો!
‘વેલેન્ટાઇન ડે’ સ્પેશ્યલ ફિલ્મો (Valentine’s Day Movies)
આખી દુનિયામાં પ્રેમીપંખીડાઓ આ વિશેષ દિવસની રાહ જોતા હોય છે અને એને મનાવવાની તૈયારીઓ પણ કરતા હોય છે. 14 ફેબ્રુઆરી (14 February) ઇઝહાર-એ-મુહબ્બત અર્થાત્ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ગણાય છે. ફૂલ, ચોકલેટ્સ, ગિફ્ટ અને ડિનર ડેટ ઉપરાંત સાથે સમય વ્યતીત કરવાની એક સૌથી વધુ કોમન પસંદગી છે ફિલ્મ જોવી! હિન્દી ફિલ્મો એ દાયકાઓથી પ્રેમની સંવેદનાઓને જુદા-જુદા અંદાજમાં મોટા પડદે કેદ કરી છે અને જે જોઇને દર્શકો પણ અભિભૂત થયેલા છે. અનેક ફિલ્મો એવી છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે અને એને વારંવાર જોવી ગમે એવી છે.
જો તમે તમારા વેલેન્ટાઇન ડેને વિશેષ બનાવવા ઇચ્છતા હો તો બોલીવુડ ફિલ્મોની આ યાદી તમને આ મસ્ત મજાની ફિલ્મો જોતા-જોતા આ પ્રેમ અને રોમાન્સ (Love & Romance)થી ભરપૂર દિવસનું સરસ રીતે સમાપન કરવાની તક પૂરી પાડશે.
બોલીવુડની સાચા પ્રેમના રંગે રંગાયેલી ફિલ્મો

કુછ કુછ હોતા હૈ
શાહરુખ ખાન, રાની મુખર્જી અને કાજોલ અભિનીત આ બ્લોકબસ્ટર ‘કુછ કુછ હોતા હૈ’ (Kuch kuch Hota Hai) ફિલ્મની કહાણી એવું દર્શાવે છે કે, પ્રેમ અને દોસ્તી નો સંબંધ કેટલો દ્રઢ હોય છે! રાહુલ, અંજલિ અને ટીના (Shahrukh Khan, Kajol, Rani Mukerji)ના દોસ્તી અને કોલેજ રોમાન્સથી શરુ થઇને ઇમોશનલ ક્લાઇમેક્સ સુધી આ ફિલ્મ આજે નહિં પણ દરેક વેલેન્ટાઇન ડે પર જોઇશકાય એટલી સદાબહાર છે!

જબ વી મેટ
ગીત અને આદિત્યની અનોખી કેમેસ્ટ્રી જોઇને તમને રમૂજ પણ થશે અને સાથોસાથ તમે ભાવુક પણ થઇ જશો…આ ફિલ્મમાં શાહીદ કપૂર અને કરીના કપૂર (Jab We Met, Shahid Kapoor & Kareena kapoor)ના આફરીન થઇ જવાય એવા અભિનયને જોઇને તમે ખુશ થઇ જશો! આ ફિલ્મનો મેસેજ એ છે કે જ્યારે તમે પોતાની જાતને પ્રેમ કરવા લાગો છો ત્યારે જ તમારા જીવનમાં તમને સાચો પ્રેમ મળે છે.

આશકી 2
શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની આ મૂવીમાં બે સિંગરની કહાણી છે…મોહિત સૂરી નિર્દેશિત આ (Ashiqui 2, Shradha Kapoor & Aditya Roy Kapoor) ફિલ્મ માં રાહુલ અને આરોહીની કહાણી છે. જેમાં રાહુલ દારુના વ્યસનમાં ફસાઇ જવા છતાં એના પ્રત્યે આરોહીની ઉત્કટ પ્રણય સંવેદના અને સામા પક્ષે રાહુલના ત્યાગ અને સમર્પણની સ્ટોરી આ મૂવીને હૃદયસ્પર્શી બનાવે છે. આના તુમ હી હો….જેવા સુંદર ગીતને વેલેન્ટાઇન પ્લેલિસ્ટમાં કાયમી સ્થાન મળી ચૂક્યું છે!

વીર-ઝારા
ભારત-પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ શાહરુખ ખાન અને પ્રીટિ ઝિન્ટા (Veer-Zaara, Shahrukh Khan & Preity Zinta) અભિનીત આ ફિલ્મ દર્શાવે છે કે, સાચો પ્રેમ કોઇ સીમાનો મોહતાજ નથી હોતો….વીર અને ઝારાની જુદાઈ અને મિલનની આ કહાણી આજે પણ આપણા હૃદયને સ્પર્શી જાય એવી ભાવવાહી છે!
આ પણ વાંચો: અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!
આ પણ વાંચો: ‘હુસૈન ઉસ્તરા’નું દમદાર પાત્ર અગાઉ કોણ નિભાવવાનું હતું?…હવે એના સ્થાને શાહીદ કપૂર…ફિલ્મ ‘ઓ રોમિયો’…
આ પણ વાંચો: મનોજ બાજપેયીની ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ અંગે વિવાદ…નિર્માતાએ કર્યો ખુલાસો…કહ્યું, “…કાલ્પનિક કહાણી છે!”
