Ram Charan Trolled: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. શનિવારે ભોપાલમાં તેમની આગામી ફિલ્મ ‘પેદ્દી’ (Peddi) ના એક ભવ્ય મ્યુઝિક લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેન્સનો ભારે ક્રેઝ અને અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ સ્ટેજ પર સ્પીચ આપતી વખતે રામ ચરણથી બે એવી મોટી અને રમુજી ભૂલો થઈ ગઈ, જેના કારણે ઇન્ટરનેટ પર મીમ્સનું પૂર આવ્યું છે.
Just #RamCharan things.. forgetting the names
Addressed Bhopal, Madhya Pradesh people as BIHAR People..
– #RC requesting #Peddi theme song from #ARRahman pic.twitter.com/8Ymwo8DrAa
— (@BheeshmaTalks) May 23, 2026
પહેલી ભૂલ: જસપ્રિત બુમરાહને કહ્યા ‘ફૂટબોલર’
ઇવેન્ટ દરમિયાન યોજાયેલા એક રેપિડ-ફાયર રાઉન્ડમાં રામ ચરણને(Ram Charan) પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. આ સેગમેન્ટમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર જસપ્રિત બુમરાહનો ઉલ્લેખ કરતા રામ ચરણે અચાનક કહી દીધું કે, “તેમણે ફૂટબોલની રમતને ઘણી આગળ પહોંચાડી છે.” ભારતના સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલરને ક્રિકેટરના બદલે ફૂટબોલર તરીકે સંબોધતા જ ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા અને આ વીડિયો ક્લિપ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
બીજી ભૂલ: ભોપાલના લોકોને કહ્યા ‘બિહારના લોકો’
આ ગફલત હજુ શાંત થઈ નહોતી ત્યાં રામ ચરણથી(Ram Charan) બીજી એક મોટી ભૂલ થઈ ગઈ. ઇવેન્ટ મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં ચાલી રહી હતી, પરંતુ ફેન્સને સંબોધતી વખતે રામ ચરણે ભોપાલના લોકોને ભૂલથી ‘બિહારના લોકો’ કહી દીધા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું, ‘ચરણ જી, વેલકમ ટુ બિહાર.’ જ્યારે અન્ય યુઝર્સે આ ડબલ મિક્સ-અપ પર હાસ્યાસ્પદ મીમ્સ શેર કર્યા છે.
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up – it was a genuine human error in the middle of all the excitement and the crowd
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026
Ram Charan સોશિયલ મીડિયા પર માંગી માફી
આ ટ્રોલિંગ અને ભૂલનો અહેસાસ થયા બાદ રામ ચરણે મોડી રાત્રે પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને સત્તાવાર રીતે માફી માંગી હતી. તેમણે લખ્યું, “ઉફ્ફ… હું ખરેખર ઘણી વખત નામ ભૂલી જાઉં છું. જસપ્રિત બુમરાહ જી પાસે આ ગેરસમજણ માટે માફી માંગુ છું. ઇવેન્ટની ભીડ અને ભારે ઉત્સાહ વચ્ચે આ માત્ર એક માનવીય ભૂલ (Human Error) હતી. હું તેમની અને રમતની ખૂબ ઇજ્જત કરું છું, હું તેમનો મોટો ફેન છું. તેઓ દરેક ભારતીયને ગર્વ અનુભવવાની તક આપે છે.”
— Uppi_ECF⚡ (@uppi_m13218) May 23, 2026
ફિલ્મ ‘પેદ્દી’ વિશેની ખાસ વાતો
આ ગ્રાન્ડ મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં રામ ચરણની સાથે લિજેન્ડરી મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન, અભિનેત્રી જાહ્નવી કપૂર અને ફિલ્મની આખી ટીમ હાજર રહી હતી. આ ફિલ્મમાં રામ ચરણ એક મજૂર અને સ્પોર્ટ્સમેન (રમતવીર) ના ડબલ શેડ વાળા રોલમાં જોવા મળશે. ‘પેદ્દી’ ફિલ્મમાં રામ ચરણ અને જાહ્નવી કપૂર ઉપરાંત સાઉથના સુપરસ્ટાર(Ram Charan) શિવ રાજકુમાર, જગપતિ બાબુ, દિવ્યેન્દુ શર્મા, રવિ કિશન અને બોમન ઈરાની જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 4 June 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચોઃરામ ચરણે જસપ્રીત બુમરાહની માંગી માફી, ક્રિકેટરને ફૂટબોલર સમજી કરી મોટી ભૂલ
આ પણ વાંચોઃ₹4000 કરોડના બજેટવાળી ‘રામાયણ’ ફિલ્મ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ કેમ ચિંતામાં? જાણો અદ્ભુત વિગતો
આ પણ વાંચોઃરાવણ દહન કાર્યક્રમમાં રામચરણનો પ્રભાવશાળી સંદેશ: “હું રામના ચરણોમાં રહું છું”…..

