Surat News/ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંધેર તંત્રઃ લગભગ 10 હજાર ફાઇલ ગાયબ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં 10 હજાર ફાઇલ ગુમ થતાં સન્નાટો પ્રસરી ગયો છે. આટલો મોટો ડેટા ગાયબ કઈ રીતે થયો તે જ સૌથી મોટો સવાલ છે.

Top Stories Gujarat Surat Breaking News
Silence as 10,000 files go missing in SMC

Surat News:  સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે, મિલકત વેરા અને ટેન્ડર સંબંધિત 9,900 ફાઇલો (Files) રેકોર્ડ રૂમ (Record Room)માંથી ગાયબ થઈ ગઈ છે.

સુરત મ્યુનિ.(SMC)માં ફાઇલ ગુમ થતાં 170 કરોડના ચેક અટક્યા

આ ફાઇલો ખોવાઈ જવાથી કોન્ટ્રાક્ટરોના ₹170 કરોડના સુરક્ષા ચેક અટકી ગયા છે. કોર્ટ કેસ અને ટેક્સ વસૂલાતને પણ અસર થઈ રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ મામલાની તપાસ કરી રહ્યું છે. કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટના ચેક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી રોકી રાખવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોએ તેમની પરત માંગણી કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો.

SMCમાં 10 હજાર ફાઇલ ગુમ થતાં સન્નાટો
SMCમાં 10 હજાર ફાઇલ ગુમ થતાં સન્નાટો

સુરત મ્યુનિ.(SMC)ના રેકોર્ડ રૂમમાંથી 1980થી બધી ફાઇલો ગાયબ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC)ના અત્યંત સંવેદનશીલ રેકોર્ડ રૂમમાંથી 1980 થી ચાલી આવતી બધી ફાઇલો ગાયબ થઈ જવાથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ આ મુદ્દો ઉઠાવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને શાસક ભાજપને દોષી ઠેરવ્યા છે.

SMCમાં 10 હજાર ફાઇલ ગુમ થતાં સન્નાટો
SMCમાં 10 હજાર ફાઇલ ગુમ થતાં સન્નાટો

દસ હજાર ગુમ ફાઇલોનો એક સીસીટીવી ફૂટેજ પણ નહીં

આ ફાઇલો મિલકત વેરા, મકાન પરમિટ અને ટેન્ડર સંબંધિત હોવાનું કહેવાય છે. આનાથી કોર્ટ કેસ અને ટેક્સ વસૂલાતમાં પણ અવરોધ ઉભો થયો છે. આના કારણે કેટલાય કેસો અટકી પડે તેમ મનાય છે. તેની સાથે કેટલીય વસૂલાતો પણ અટકી પડે તેમ છે. આશ્ચર્યની વાત એ છે કે એક વસ્તુ ખોવાય તેનું સીસીટીવી ફૂટેજ મળી આવે છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દસ હજાર ફાઇલ ગુમ થઈ તેનો સમખાવા પૂરતો સીસીટીવી ફૂટેજ પણ મળતો નથી. આ બતાવે છે કે કેટલી સફાઈથી કામ થયું છે.


આ પણ વાંચો : Surat : હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી

આ પણ વાંચો : Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું

આ પણ વાંચો : Suratમાં વુમન પ્રીમિયર લીગના આયોજનને લીલીઝંડી