IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 69મી મેચમાંમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) મુંબઈ ઇન્ડિયન્સને (Mumbai Indians) હરાવી પ્લે ઓફ (Play off) માં પ્રવેશી ચૂક્યું છે. રવિવાર (24 મે) ના રોજ જોફ્રા આર્ચરના ઓલરાઉન્ડ દેખાવની મદદથી રાજસ્થાન રોયલ્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 30 રનથી મેચ જીતી. 206 રનનો લક્ષ્યાંક આપ્યો, પરંતુ રાજસ્થાન રોયલ્સ 9 વિકેટે 175 રન જ બનાવી શક્યું.
Rajasthan Royals પ્લેઓફ (Playoff)માં
આ જીત સાથે, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં આગળ વધ્યું. રાજસ્થાનની જીતમાં જોફ્રા આર્ચરે મુખ્ય ભૂમિકા ભજવી. આર્ચરે 32 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સના 14 મેચમાંથી 8 પોઈન્ટ છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે 14 મેચમાંથી 8 જીત મેળવી, જેના કારણે તેમના 16 પોઈન્ટ બાકી રહ્યા.

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) મુંબઈ ઇન્ડિયન્સનો ધબડકો કર્યો
મુંબઈ ઇન્ડિયન્સની રન ચેઝમાં શરૂઆત ખરાબ રહી. પાવરપ્લેમાં તેઓએ ચાર વિકેટ ગુમાવી, 38 ના સ્કોર સુધી પહોંચી ગયા. જોફ્રા આર્ચરે રોહિત શર્મા (0 રન) અને નમન ધીર (6 રન) ને આઉટ કર્યા. નન્દ્રા બર્ગરે રાયન રિકેલ્ટન (12 રન) અને બ્રિજેશ શર્માએ તિલક વર્મા (૩ રન) ને આઉટ કર્યા. ત્યાંથી સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સે પાંચમી વિકેટ માટે 63 રન ઉમેર્યા. યશ રાજ પુંજાએ જેક્સને આઉટ કરીને આ ભાગીદારી તોડી. જેક્સે 18 બોલમાં ૩૩ રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

સૂર્યકુમાર-હાર્દિક સિવાય બીજા નિષ્ફળ
વિલ જેક્સના આઉટ થયા પછી, સૂર્યકુમાર યાદવે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે કમાન સંભાળી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી જોફ્રા આર્ચર દ્વારા તોડી, જેમણે હાર્દિક પંડ્યાને આઉટ કર્યો. હાર્દિકે 13 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ કોર્બિન બોશ (2 રન), સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર (8 રન) એ મુંબઈની હાર પર મહોર લગાવી. સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 60 રનનું યોગદાન આપ્યું.

રાજસ્થાનનો રોયલ ટીમ સ્પિરિટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે 205 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સે 33 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ 27 રનમાં વિલ જેક્સ દ્વારા આઉટ થયા હતા. વૈભવ સૂર્યવંશીએ 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. દીપક ચહરે વૈભવને આઉટ કર્યો હતો. કેપ્ટન રિયાન પરાગ (14 રન) ખાસ કંઈ કરી શક્યો ન હતો અને સ્પિનર અલ્લાહ ગઝનફર દ્વારા આઉટ થયો હતો. ત્યાંથી દાસુન શનાકા અને ધ્રુવ જુરેલે ચોથી વિકેટ માટે 45 રન ઉમેર્યા હતા.
શનાકાનું ઉપયોગી પ્રદાન
દાસુન શનાકા ફોર્મમાં દેખાતા હતા, પરંતુ તે નિર્ણાયક ક્ષણે રન આઉટ થયો હતો. શનાકાએ 15 બોલમાં 3 છગ્ગાની મદદથી 29 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ધ્રુવ જુરેલે કોર્બિન બોશને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જુરેલે 26 બોલમાં 38 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ડોનોવન ફરેરા (૧૮ રન) એ બે મોટી હિટ ફટકારી, પરંતુ દીપક ચહર દ્વારા તેની ઇનિંગનો અંત આવ્યો.
આર્ચરની તોફાની બેટિંગ
શુભમ દુબે બેટથી સંઘર્ષ કરી રહ્યો હતો અને ફક્ત પાંચ રન જ બનાવી શક્યો. ત્યારબાદ ઝડપી બોલર જોફ્રા આર્ચરે તેની વિસ્ફોટક બેટિંગથી રાજસ્થાનને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આર્ચરે 15 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા (19*) અને નાન્દ્રે બર્ગર (10*) એ પણ ઉપયોગી યોગદાન આપ્યું. શાર્દુલ ઠાકુરે શુભમ દુબે અને જોફ્રા આર્ચરની વિકેટ લીધી.
મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 33 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, મુંબઈ ઇન્ડિયન્સે ૧૬ મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે પણ 16 મેચ જીતી છે. એક મેચ ડ્રો રહી. આ સિઝનમાં આ બીજી વખત બંને ટીમો એકબીજાનો સામનો કરી રહી હતી.. 7 એપ્રિલ, 2026ના રોજ રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું હતું.
મુંબઈ vs રાજસ્થાન
કુલ આઈપીએલ મેચો: 33
મુંબઈ જીત્યું: 16
રાજસ્થાન જીત્યું: 16
પરિણામવિહીન: 1
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન: રેયાન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બીન બોશ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, અલ્લાહ ગઝનફર અને રઘુ શર્મા.
ઈમ્પેક્ટ સબ: રોહિત શર્મા.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા.
ઈમ્પેક્ટ સબ: રવીન્દ્ર જાડેજા.
