Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક એવો મહત્વનો સુરાગ મળ્યો છે, જેણે આતંકવાદીઓ સુધી પહોંચતા આંતરરાષ્ટ્રીય સપ્લાય નેટવર્ક પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એજન્સી હવે એ તપાસમાં જૂટી છે કે અમેરિકામાં બનેલો એક હાઈ-ટેક GoPro કેમેરો, જેને સત્તાવાર રીતે ચીન મોકલવામાં આવ્યો હતો, તે આખરે લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકીઓના હાથમાં કેવી રીતે પહોંચ્યો.
ચીનથી પાકિસ્તાન અને ત્યાંથી આતંકીઓ સુધી પહોંચ્યો કેમેરો
આ હાઈ-ટેક કેમેરો ગયા વર્ષે જુલાઈમાં ડાચીગામના જંગલોમાં સુરક્ષાબળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળી આવ્યો હતો. આ જ આતંકીઓએ 22 April 2025 ના રોજ પહેલગામના બૈસરન મેદાનમાં અંધાધુંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આતંકીઓ હુમલાનું લાઈવ રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર આતંક અને પ્રોપેગેન્ડા ફેલાવવા માટે આ કેમેરાનો ઉપયોગ કરતા હતા.
NIAની ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડિવાઈસ અમેરિકાની કંપની GoPro Inc દ્વારા ચીન સ્થિત ઓથોરાઈઝ્ડ ડિસ્ટ્રિબ્યુટરને મોકલવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓના મતે, આ કેમેરો ચીનથી(Pahalgam Attack) પાકિસ્તાની સેના અથવા તેની સાથે જોડાયેલા નેટવર્ક દ્વારા ખરીદવામાં આવ્યો હોઈ શકે છે અને ત્યાંથી તે લશ્કરના આતંકીઓ સુધી પહોંચાડાયો હતો. જોકે, ભારત અને ચીન વચ્ચે ‘મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી’ (MLAT) ન હોવાને કારણે ચીન પાસેથી સીધી કાનૂની મદદ મેળવવી એક મોટો પડકાર છે.
ચીની બનાવટની AK-47 અને ‘ઓપરેશન સિંદૂર’
બૈસરન હુમલાના સ્થળેથી અને માર્યા ગયેલા (Pahalgam Attack) ત્રણ આતંકીઓ (ફૈસલ જટ્ટ, હબીબ તાહિર અને હમઝા અફગાની) પાસેથી મળી આવેલી ત્રણ AK-47 રાઈફલ્સ પણ ચીની બનાવટની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા બાદ ભારત સરકારે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેના હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સક્રિય આતંકી કેમ્પોને નિશાન બનાવીને લશ્કર અને જૈશના અનેક ઠેકાણાઓ તબાહ કરવામાં આવ્યા હતા.
લોકલ સપોર્ટ અને CCTV ખરાબીથી નડતર(Pahalgam Attack)
NIA એ પોતાની ચાર્જશીટમાં લશ્કરના કમાન્ડર સાજિદ જટ્ટ ઉપરાંત બે સ્થાનિક નાગરિકો બશીર અહેમદ જોઠાત અને પરવેઝ અહેમદને પણ આરોપી બનાવ્યા છે, જેમણે હુમલાના(Pahalgam Attack) એક દિવસ પહેલા આતંકીઓને રહેવા, ખાવા-પીવાની અને બ્લેન્કેટ જેવી લોજિસ્ટિક મદદ પૂરી પાડી હતી. ડાચીગામમાંથી મળેલા ધાબળાના DNA રિપોર્ટમાં આ વાત સાબિત થઈ છે. તપાસ દરમિયાન વિસ્તારના ઘણા CCTV કેમેરા ખરાબ હોવાને કારણે શરૂઆતમાં આતંકીઓની મૂવમેન્ટ ટ્રેક કરવામાં પોલીસને મોટી મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચો:પહેલગામ હુમલા પર NIAની ચાર્જશીટ, ત્રણ આતંકવાદીઓ સામે પુરાવા મજબૂત રજૂ કરાશે
આ પણ વાંચો:પહેલગામ હુમલાનું નવું સત્ય, પહેલીવાર ભારતને હુમલાખોરો વિરુદ્ધ આટલા નક્કર પુરાવા મળ્યા
આ પણ વાંચો:પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યામાં આતંકવાદીઓને મદદ કરનાર વ્યક્તિની ધરપકડ
