Ahmedabad News/ અમદાવાદના નિકોલમાં યુવાન સાથે આઇપીઓમાં રોકાણના ઊંચા વળતરની લાલચે રૂ.42 કરોડની ઠગાઇ

અમદાવાદમાં નિકોલના યુવાન સાથે રૂ. 42 કરોડની ઠગાઈ (Fraud) કરવામાં આવી છે.તેઓએ આઇપીઓમાં રોકાણ કરી બમણા વળતરની લાલચ આપી હતી. પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: લોભ અને લાલચ જ્યારે માનવીમાં જાગે છે ત્યારે ધૂતારા ફાવી જાય છે. અમદાવાદના નિકોલના યુવાન (Nikol Youth) સાથે પણ આવો જ કિસ્સો બન્યો છે.  ઠગ દંપતીએ (Fraud Couple) આઇપીઓમાં રોકાણના બહાને ઠગાઈ કરી છે. અમદાવાદમાં નિકોલના યુવાન સાથે રૂ. 42 કરોડની ઠગાઈ (Fraud) કરવામાં આવી છે.તેઓએ આઇપીઓમાં રોકાણ કરી બમણા વળતરની લાલચ આપી હતી. પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે.

છેવટે એક વર્ષ પછી સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ પોતે સાચો હોવાના એફએસએલમાં ટેસ્ટ કરાવ્યા છે. નિકોલના યુવકની IPOમાં રોકાણ કરીને બમણું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને ઠગ દંપતીએ ३. 42 કરોડની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ એક વર્ષ બાદ CID ક્રાઈમે નોંધી છે. ઠગાઈ થઈ હોવા અંગેની અરજી યુવકે વર્ષ 2023માં CID ક્રાઈમમાં કરી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ ફરિયાદી અને આરોપીના સતત એક અઠવાડિયા સુધી SVS અને LVA ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં FSI.ના પરિણામ આવ્યાના મહિનાઓ બાદ ઠગ દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે, જેના પરિણામે  ઠગ દંપતી  તેમના મળતિયા સાથે ભૂગર્ભમાં ઉતરી ગયું છે.

ઠગાઈનો ભોગ બનનાર યુવકે – વર્ષ 2023થી 2024 દરમિયાન કુલ 13 લોકો સમક્ષ પોતાની અરજી સ્વરૂપે રજૂઆત કરવી પડી ત્યારે આખરે CID કાઈમે એક વર્ષ બાદ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસની શરૂઆત કરી છે. નિકોલમાં નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પિન ભીમાલી તેમના પરિવાર સાથે રહે છે. નાણાં રોકાણ બાબતે સલાહ આપવાનો વેલ્થ મેન્જમેન્ટનો પોતાનો વ્યવસાય કરે છે.

પાંચ વર્ષ પહેલા ન્યુ રાણીપમાં રહેતા જીગરભાઈ મણિનગરમાં અવેલ્લી શેર બ્રોકિંગ કંપનીમાં નોકરી કરતા હતા. જલ્પિનભાઈના મોટા ભાઈનું તેમાં ડીમેટ એકાઉન્ટ હતું. વર્ષ 2021માં આરોપી જીગરે ફરિયાદી જલ્પિનના મોટા ભાઈને ફોન કરીને કહ્યું કે, મે મણિનગરની બ્રોકિંગ કંપની માંથી નોકરી છોડીને ટેનસ્કોપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની શરૂ કરી છે. જેમાં હું અને મારી પત્ની સપના ડાયરેક્ટર છીએ.

તમારૂં અગાઉ જે કંપનીમાં ડીમેટ એકાઉન્ટ હતું તે હું જ ઓપરેટ કરતો હતો. ત્યારબાદ ઠગ દંપતી જશ્વિનભાઈ અને તેમના મોટાભાઈને મળવા માટે આવ્યા અને અમારી કંપની દ્વારા IPOમાં રોકાશ કરશો તો ૧૭% વધુ વળતર અપાવીશું તેમ કહ્યું હતું. બાદ યુવક તેના ભાઈએ રૂ. 14 હજારના IPO લીધા હતા જેની સામે આરોપીએ રૂ. 25 બજારનું વળતર અપાવ્યું હતું. આમ કરીને વિશ્વાસ ઊભો કર્યો હતો અને બાદમાં ઠગ દંપતીએ વધુ રોકાણ કરાવ્યું હતું.

ફરિયાદી યુવકનું પણ ડીમેટ ખાતું હતું, પણ જેથી જલ્પિનભાઈએ તેમના મિત્રો અને પરિચિતો પાસેથી ધીમે ધીમે કરીને રૂ.42 કરોડનું અલગ અલગ કંપનીના IPO તથા અન્ય કંપનીના શેર માર્કેટમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ ડ્રગ દંપતીએ ફૂલેકું ફેરવી રૂ.42 કરોડની ઠગાઈ આચરી હતી. જલ્પિનભાઈ પોતાના અને અન્ય સબંધીઓના રૂપિયા પાછળ મેળવવા માટે થઈને અનેક પ્રયાસો કર્યા, પરંતુ રોજ નવા બહાના આપીને ઠગ દંપતી છટકી જતા હોવાનું સામે આવ્યું હતું.

જલ્પિનભાઈએ પીએમઓ, સીએમઓ સહિત સંબંધિત તમામ વિભાગોમાં રૂબરૂ અને રજિસ્ટર ટપાલ મારફતે વર્ષ 2023ના જાન્યુઆરી મહિનાથી વર્ષ 2024 ફેબ્રુઆરી મહિના સુધીમાં કુલ 13 અરજી કરી હતી. 2024ના એપ્રિલમાં સતત એક અઠવાડિયા સુપી FSIની કચેરીમાં પોતે સાચા હોવાના પુરાવા સ્વરૂપે જુદા જુદા ટેસ્ટ પણ કરાવ્યા હતા. અંતે CID ક્રાઈમે 27મી સપ્ટેમ્બરે જલ્પિનભાઈની ઠગાઈ અંગેની હરિયાદ નોધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બિનવારસી વાહનો જપ્ત કરવા ખાસ ડ્રાઇવ

આ પણ વાંચો:  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 250 કરોડનું ડ્રગ્સ પકડતા સનસનાટી