Gujarat News: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં ભારે વરસાદ ને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) ના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલી ને 1.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું . અને ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલી ને 1.22 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી હવે સરદાર સરોવર નર્મદા બંધમાં આવતા નર્મદા બંધની જળસપાટીમાં વઘારો નોંધાયો છે. નર્મદા ડેમમાં પાણી ની અવાક 1,42,033 ક્યુસેક થઇ એટલે 24 કલાક માં 80 સેમી નો વધારો નોંધાયો છે. હાલ જાવક સામે આવક વધતા નર્મદા ડેમ ની સપાટીમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. હાલ સપાટી 125.98 મીટરે પહોંચી છે.

નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર છે.હાલની સપાટી 125.98 મીટર છે એટલે મહતમ સપાટીથી 12.7 મીટર દૂર છે.હાલ સરદાર સરોવર નર્મદા ડેમ પર ઉપરવાસ માંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદા ડેમ માંથી નદીમાં પાણીની જાવક – 35,890 ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક – 2148 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.24 મીટર એટલે કે 2.37% નો જંગી વધારો નોંધાયો છે.નર્મદા ડેમમાં હાલ ગ્રોસ સ્ટોરેજ પાણીનો જથ્થો 6001.38 MCM છે, પાણીનો સંગ્રહ 60.24 % થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઈન્દીરા સાગર અને ઓમકારેશ્વર ડેમ બંને એલર્ટ મોડામાં મુકાયા છે.જેમ જેમાં પાણી ની આવક થશે તેમ તેમ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે નર્મદા નિગમ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અધિકારીઓ ઉપરવાસમાંથી થતી અવાક અને ડેમમાંથી પાણી ની જાવક સાથે સપાટી પર નજર રાખી બેઠા છે.
