Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં; મુસાફરો તરફથી ઉત્તમ પ્રતિસાદ

GSRTCને મુસાફરો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, સરેરાશ રેટિંગ 4.7 સ્ટાર સુધી પહોંચ્યું

June 20, 2026June 20, 2026Reena Mamnani
Top Stories Gandhinagar Gujarat
GSRTC

Gandhinagar News:  20 જૂન : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ 5માંથી 4.7 સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા, સલામતી અને સેવાની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

રાજ્ય સંચાલિત બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. મુસાફરો મુસાફરી દરમિયાન QR કોડ સ્કેન કરીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધો પ્રતિસાદ આપી શકે છે. કોઇ સેવામાં ફરિયાદ હોય તો તે પણ જણાવી શકે છે.

શરૂઆતમાં આ ડિજિટલ વ્યવસ્થા માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ તેમાં સારો પ્રતિસાદ મળતા હવે GSRTCએ તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે. હાલમાં રાજ્યના 125 બસ સ્ટેશન, ડેપો કંટ્રોલ પોઈન્ટ્સ તેમજ 8,000થી વધુ બસોમાં QR કોડ લગાવવામાં આવ્યા છે.

આ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલા પ્રતિસાદ અનુસાર મુસાફરોએ GSRTCની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ વ્યક્ત કર્યો છે. પાંચ સ્ટારના માપદંડ પર આપવામાં આવેલા રેટિંગ્સ દર્શાવે છે કે મુસાફરો સેવાના વિવિધ પાસાઓથી ખુશ છે અને નિગમ દ્વારા મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

GSRTCના 1 માર્ચથી 19 જૂન, 2026 સુધીના પેસેન્જસ ફિડબેક રિપોર્ટ મુજબ નિગમે 5માંથી 4.7 સ્ટારનું મજબૂત મુસાફર સંતોષ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. આ અહેવાલ 3,13,824 મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર આધારિત છે, જે વિવિધ કામગીરીના માપદંડો પર નિગમની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ દર્શાવે છે.

સૂચનો અને ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “GSRTC માત્ર ફીડબેક એકત્રિત કરતી નથી, પરંતુ તેના આધારે સક્રિય રીતે કાર્યવાહી પણ કરે છે. મુસાફરો દ્વારા મોકલવામાં આવતી તમામ ફરિયાદો, સૂચનો અને મુદ્દાઓને તાત્કાલિક સંબંધિત વિભાગો તથા સ્થાનિક બસ ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રાપ્ત થયેલા પ્રતિસાદની વિલંબ વિના ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી સુધારાત્મક પગલાં સ્થળ પર જ લેવામાં આવે છે. મુસાફરોને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો અમારો સંકલ્પ છે.”

GSRTCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોનો પ્રતિસાદ સંસ્થાની સતત પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાધન છે અને નિગમ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત, વિશ્વસનીય તથા મુસાફરમૈત્રી પરિવહન સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

તમામ સેવાઓમાં ઊંચા રેટિંગ્સ

મુસાફરો તેમની મુસાફરીના વિવિધ પાસાઓને 1થી 5 સ્ટારના ધોરણે મૂલવે છે. સરેરાશ સ્કોર દર્શાવે છે કે મુસાફરો નિગમની કામગીરીથી ખૂબ જ સંતુષ્ટ છે:

* સ્ટાફનું વર્તન: 4.9 / 5.0 ★
* મુસાફરોની સુરક્ષા: 4.9 / 5.0 ★
* સ્વચ્છતા: 4.8 / 5.0 ★
* બેઠક આરામદાયકતા: 4.8 / 5.0 ★
* સમયસર સેવા (Punctuality): 4.8 / 5.0 ★


આ પણ વાંચો:અરવલ્લીમાં જમીન કૌભાંડના આક્ષેપ: શિણોલ ગામની ખેડૂતોની જમીનો ખોટા દસ્તાવેજોથી પચાવાઈ હોવાનો દાવો

આ પણ વાંચો:સુરતમાં કરોડોના વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો:મહેસાણામાં કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ: શાળા, મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યાનો આરોપ, 14 સામે ગુનો

Post navigation

ગુજરાતમાં જમીન કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને 2025માં ‘જીવતા’ કરી 9 વીઘા જમીન હડપવાનો આરોપ
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત

More Posts

pramod

ગોવા/ પ્રમોદ સાવંત ગોવાના આગામી મુખ્યમંત્રી બનશે, ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદગી

March 21, 2022Nita vagh

Surat News/ સુરતના કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં 5મા માળે આગ:બે કલાકની જહેમત બાદ કાબૂમાં આવી : સદનસીબે કોઈ જાનહાનિ નહી

January 30, 2025Nikunj Patel

Loksabha Electiion 2024/ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે

June 26, 2024June 26, 2024Heena Dave
Ahmedabad AMC Free Parking Policy

Ahmedabad News/ અમદાવાદમાં મોલ-હોસ્પિટલો પાર્કિંગ ફ્રી કરશે તો ટેક્સમાં મળશે રાહત

May 25, 2026May 25, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ કોરોનાને માત આપવા આ ગામ સક્ષમ

May 5, 2021May 5, 2021garima rao

Unseasonal rain/ વરસાદની આગાહી વચ્ચે કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે આવ્યું માવઠું

November 26, 2023Hardik Kotecha

Gujarat Rain Forecast/ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે

June 20, 2024Komal Patel

Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશ : છેલ્લી ઘડીએ ઉતારાયેલા વિદ્યાર્થીના વીડિયોમાંથી મળ્યો મોટો સંકેત

June 16, 2025Nikunj Patel

india news/ TMCમાં 60 વિધાનસભ્યો સાથે બળવો કરનારા ઋતાવ્રત બેનરજી અને સંદીપન સાહા કોણ છે

June 3, 2026jani
Minor Girl Kidnapping Case: 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ

Rajkot News/ રાજકોટમાં 16 વર્ષની સગીરાને ભગાડી અમદાવાદ લઈ ગયા, દુષ્કર્મ કેસમાં બે આરોપી ઝડપાયા

August 16, 2026Jaymin Dhiman
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy