Vadodara Fire News: વડોદરાના ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલા ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનના બીજા માળે આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આ દરમિયાન બાથરૂમ (Vadodara Fire Rescue)માં ફસાયેલી યુવતીને દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત બહાર કાઢી હતી.
Vadodara Fire Rescue: બીજા માળે આગ લાગતાં અફરાતફરી
મળતી માહિતી મુજબ, ફતેપુરા વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનના બીજા માળે આજે સવારે આગ લાગી (Fatehpura Fire Incident) હતી. પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગના કારણે ઘરની ઘરવખરી લપેટમાં આવી ગઈ હતી. જોકે, પરિવારના અન્ય સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા.
બાથરૂમમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યૂ
ઘરમાં આગ લાગી ત્યારે એક યુવતી બાથરૂમમાં હોવાથી અંદર ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડ (Dandia Bazar Fire Station)ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે યુવતીનું રેસ્ક્યૂ કરીને તેને સુરક્ષિત બહાર કાઢી હતી.
ટોળાં એકઠાં થતાં ટ્રાફિકને અસર
આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં (Gujarat Fire News) હતાં. તેના કારણે વિસ્તારમાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. પરિસ્થિતિને સંભાળવા પોલીસે સ્થળ પર પહોંચીને વ્યવસ્થા જાળવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીની સાડીની દુકાનમાં નાસભાગ, અકોટામાં ત્રણનું રેસ્ક્યૂ
આ પણ વાંચો: બોડેલી નર્મદા કેનાલમાં ટાયરની ટ્યુબથી રેસ્ક્યૂ, તરવૈયાઓની સુરક્ષા સામે સવાલ
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન
