અમદાવાદ બાદ સંસ્કારીનગરી વડોદરામાં આજે CAA ના વિરોધમાં પ્રદર્શન ચાલુ જ છે. સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ફલેગમાર્ચ બાદ ફરી સંસ્કારી નગરી વડોદરામાં હિંસા ભડકી ઉઠી છે.
વડોદરામાં પણ હિંસક ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. છે. ફતેપુરા વિસ્તારના હાથીખાના વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરબાજોને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ટિયરગેસના સેલ છોડીને પરિસ્થિતિને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં ટોળાએ પોલીસ ઉપર અચાનક જ પથ્થરમારો કર્યો હતો. હાથીખાના, પાંજરીગર મહોલ્લો, પટેલ ફળીયામાં પથ્થમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તંગ પરિસ્થિતિને લઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો..
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં બીજા દિવસે પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. હથિયારધારી જવાનો સતત ફ્લેગમાર્ચ કરી રહ્યા હતા. પોલીસ દ્વારા માંડવીથી પાણીગેટ, માંડવીથી લહેરીપુરા દરવાજા સુધી સવારે જ ફ્લેગમાર્ચ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જવાનો હેલ્મેટ અને જાકેટ પહેરીને ફ્લેગમાર્ચ કરતા જોવા મળ્યા હતા. પોલીસની સાથોસાથ RAFની ટુકડી પણ પેટ્રોલિંગમાં જોડાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
