Not Set/ રેલ્વેએ સાત રાજ્યોમાં 17 સ્ટેશનો પર કોવિડ કોચ તૈયાર કર્યા 

હાલમાં 298 કોચ વિવિધ રાજ્યોને સોંપવામાં આવ્યા છે અને તેમાં 4700 થી વધુ પથારી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ 60 કોચ તૈનાત કરાયા છે.

Top Stories India

ભારતીય રેલ્વેએ શનિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 ના સામાન્ય દર્દીઓની સારવાર માટે, તેના સ્લીપર કોચ  દેશના સાત રાજ્યોમાં 17 સ્ટેશનો પર ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં 298 કોચ વિવિધ રાજ્યોને સોંપવામાં આવ્યા છે અને તેમાં 4700 થી વધુ પથારી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ 60 કોચ તૈનાત કરાયા છે.

રેલ્વેએ એમ પણ કહ્યું હતું કે તેણે રાજ્યના ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં 11 કોવિડ કેર કોચ તૈનાત કાર્ય છે. અને તેમને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપ્રત કર્યા છે.  નવ દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને  બાદમાં  રજા આપવામાં આવી હતી. હાલમાં પાલઘરમાં 24 કોચ પૂરા પાડવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Covid-19: Indian Railways deploys 204 isolation ward coaches in 4 states |  DD News

તેમણે માહિતી આપી કે મધ્ય પ્રદેશમાં આવા 42 કોચ તૈયાર કરવામાં આવ્યા છે.  રેલ્વેના રતલામ ડિવિઝને ઈન્દોર નજીક તિહી સ્ટેશન પર 22 કોચ તૈનાત કર્યા છે જેમાં 320 પથારી છે. ત્યાં 21 દર્દીઓ દાખલ થયા હતા અને સાતને રજા આપવામાં આવી છે. આવા 20 કોચોને ભોપાલમાં તૈનાત કરવામાં આવ્યા છે જેમાં 29 દર્દીઓ દાખલ થયા હતા અને 11 બાદમાં રજા આપવામાં આવી હતી.

રેલ્વેએ કહ્યું કે તેણે ગુવાહાટી, આસામમાં આવા 21 કોચ અને સિલચર નજીક બદરપુરમાં 20 કોચને તૈનાત કર્યા છે. દિલ્હીમાં  1200 પલંગવાળા 75 કોચ પૂરા પાડ્યા હતા.

Coronavirus in India: 215 railway stations to be used as COVID Care Centres

રેલ્વે 3400 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન પહોંચાડે છે

રેલ્વેએ શનિવારે જણાવ્યું હતું કે 19 એપ્રિલથી તેણે લગભગ 220 ટેન્કર દ્વારા લગભગ 3400 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન વિવિધ રાજ્યોમાં પહોંચાડયો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 54 ઓક્સિજન ટ્રેનો દોડાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં તેમણે દિલ્હીમાં 1427 ટન, મહારાષ્ટ્રમાં 230 ટન, ઉત્તર પ્રદેશમાં 968 ટન, મધ્યપ્રદેશમાં 249 ટન, તેલંગાણામાં 123 ટન અને રાજસ્થાનમાં 40 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડ્યું છે. હાલમાં, 26 ટેન્કરો 417 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જઈ રહ્યા છે. રેલવેએ કહ્યું કે, નવી ઓક્સિજન એક્સપ્રેસ (ટ્રેનો) ચલાવવી એ ખૂબ ગતિશીલ કાર્ય છે .