Violence/ દિલ્હી હિંસા : એક નહિ અનેક કારણો – શું હિંસાખોરી માટે માત્ર અને માત્ર ખેડૂતો જ દોષિત?

દિલ્હી હિંસાખોરી માટે માત્ર ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવાનો કોઈ અર્થ નથી. આ રીતે ખેડૂતોનાં નામે બીલ ફાડવું કેટલુ વ્યાજબી? કહેવાતા ખેડૂત હિતનાં કાયદાની વિરોધમાં જ્યારે ખેડૂતો જ છે, તો કાયદા નાબુદ ન કરવામી રાજહઠ કેમ ?

Top Stories India Trending Mantavya Vishesh

દિલ્હી હિંસાખોરી માટે માત્ર ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવાનો કોઈ અર્થ નથી. આ રીતે ખેડૂતોનાં નામે બીલ ફાડવું કેટલુ વ્યાજબી? કહેવાતા ખેડૂત હિતનાં કાયદાની વિરોધમાં જ્યારે ખેડૂતો જ છે, તો કાયદા નાબુદ ન કરવામી રાજહઠ કેમ ?

બે માસના ખેડૂતોના આંદોલન છતાં સરકારનું કાયદા રદ નહિ કરવાનું જડ વલણ અને આંદોલનકારો રાજકીય નેતાઓને મંચથી દૂર રાખી શક્યા પણ ટ્રેક્ટર રેલી સાથે તોફાની તત્વોને આવતા રોકી શકાય નહિ તેવો વિવેચકોનો મત : હિંસાખોરોને સૌ વખોડે છે પણ મૂળ સમસ્યા કોઈ કહેતું નથી. 

૭૨માં પ્રજાસત્તાક પર્વના દિવસે દેશે કોરોના કાળની ગાઈડલાઈન સાથે ઉજવણી કરી લગભગ ૬૦ દિવસથી ચાલતા ખેડૂત આંદોલનના સંગઠનો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી. પ્રજાસત્તાક પર્વની સત્તાવાર પરેડ ચાલુ હતી તેવે સમયે ખેડૂતોના ટ્રેક્ટર સાથે ઘુસેલા કેટલાક તોફાની તત્વોએ લાલ કિલ્લા તરફ કૂચ કરી હંગામો મચાવી દીધો. પહેલા દિલ્હી સરહદ પર બેરીકેટ તોડ્યા અને આ ટ્રેક્ટર પરેડમાં ઘુસેલા કેટલાક તત્વોએ બરાબર દાવ લીધો અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા. માર્ગમાં પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર પથ્થરબાજી કરી અને ત્યારબાદ સંયમનાં દાવા વચ્ચે દિલ્હીની પોલીસે પણ પહેલા લાઠી ચાર્જ અને ત્યારબાદ અશ્રુવાયું છોડ્યો. પોલીસને અને કેટલાક સ્થળે અન્ય વાહનોને પણ ભારે નુકસાન થયું. આતો બધુ થયું જ છે પણ તેની સાથો સાથ લાલકિલ્લા પર જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકે છે, ત્યાં ધાર્મિક સંગઠનનો કે આંદોલનનો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ થયો. આ સૌથી શરમજનક ઘટના હતી. આંદોલન હિંસક બને ત્યારે તેના કેવા પરિણામો આવે છે તેનો આ પૂરાવો હતો. અને તેવા પણ હંમેશા નોંધવામાં આવી છે અને ભૂતકાળ પણ બરાડી બરાડીને કહે છે કે જ્યારે કોઇ પણ આંદોલન હિંસામાં પ્રવેશે ત્યારે તે ખતમ થઇ જાય છે.

ખેડૂત સહિત આ તમામ રાજનેતાઓએ પણ ઘટનાને વખોડી

આ આંદોલનને કિસાનોના સંયુક્ત મોરચાએ વખોડી કાઢ્યું છે. રાકેશ ટિકૈત સહિતના નેતાોએ તો મંગળવારે સાંજે એવી જાહેરાત પણ કરી નખી છે કે, તોફાનમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ થાય છે તેવા બે સંગઠનોને દૂર કર્યા છે. કિસાન યુનિયનના એક નેતાએ તો ટીવી પર આવી દેશની માફી માગી છે. જો કે લાલ કિલ્લાવાળા બનાવ અંગે તો માફી નહિ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ જરૂરી છે. કિસાનોના સંયુક્ત મોરચાના નેતાએ આ માંગણી પણ કરી છે. ભાજપના નેતાઓએ તો પોતાની સ્ટાઈલમાં આ બનાવને વખોડી કાઢ્યો છે. આંદોલનને ટેકો આપનાર કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિંસાને વખોડી કાઢી છે. આંદોલનમાં હિંસા હોય જ નહીં તેવી વાત કરી છે. તો પોતે ખેડૂત અને સહકારીનેતા છે. તેવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવારે પણ હિંસક બનાવોને વખોડી કાઢ્યા છે. અને સાથો સાથ સરકારને પણ ચૂટકી ભરી છે કે, કેન્દ્રે જો સાનુકુળ વલણ અપનાવ્યું હોત તો આ પ્રકારની સ્થિતિ સર્જાત નહિ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આ હિંસાખોરી વખોડી છે. આંદોલનના પ્રબળ સમર્થક એવા આ મહિલા નેતાએ પણ સાફ શબ્દોમાં કહ્યું છે કે આના માટે ખેડૂતો જરાય જવાબદાર નથી. આના માટે કેન્દ્ર સરકાર અને દિલ્હીનું પોલીસ તંત્ર જવાબદાર છે. આ ઉપરાંત અસંખ્ય નેતાોએ આ બનાવને વખોડ્યો છે. ખેડૂત આંદોલન જ્યાંથી શરૂ થયું તે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘે હિંસાખોરીને ગણતરીના સમયમાં વખોડી કાઢી ખેડૂતએ દિલ્હી છોડી સરહદ પર કિસાન છાવણીમાં આવી જવા અપીલ કરી હતી.
દિલ્હીના પોલીસ કમિશ્નરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી – માર્ચ હિંસક બનતા સીધા ઉલ્લેખ સાથે એમ પણ કહ્યું કે આ રેલી હિંસક બનવાના કારણે સરકારી સંપતિને નુકસાન થયું છે અને આ રેલીમાં જોડાયેલા તોફાની તત્વોએ કરેલા પથ્થરમારાને કારણે ૮૬ પોલીસ કર્મીઓ ઘવાયા છે. ઘણા પ્રચાર માધ્યમોએ એવા દ્રશ્યો પણ દર્શાવ્યા છે કે અને એવું વર્ણન પણ કર્યું છે કે લાલ કિલ્લાના પરિસરમાં બપોરે ૧૨ વાગ્યા (કે ઘણા કહે છે તે પ્રમાણે બે વાગ્યા) બાદ જે દ્રશ્યો સર્જાયા તે અમેરિકામાં ૬ઠ્ઠી જાન્યુઆરીએ કેપીટલ હીલમાં જે દ્રશ્યો સર્જાયા હતા તેવા જ દ્રશ્યો ભારતમાં ૨૬મી જાન્યુઆરીએ પૂનરાવર્તન થયું હતું.

જાણીલો કે, નિષ્ણાતો અને વિશ્લેષકો શું કહે છે

નિષ્ણાતો અને વિશ્લેષકો કહે છે કે, જગતાત હિંસક બન્યો નથી બની શકે પણ નહિ. કુદરતી પડકારોનો હિંમતભેર સામનો કરનારો વર્ગ કદી આવું કામ કરે નહિં. ખેડૂત નેતાઓ અને રાજકીય પક્ષો આવા સૂર કાઢે છે. આંદોલનને સમર્થન આપનાર પંજાબના કોંગ્રેસી સાંસદ બીટ્ટએ જસ્ટીસ ફોર શીખ સંગઠન અને તેની સાથે સંકળાયેલા પંજાબી અભિનેતા દીપ સિધ્ધુએ ઝંડો ફરકાવ્યો અને તેણે જ ખેડૂતોને ઉશ્કેર્યા હતા. કિસાન યુનિયનના નેતા ગુરૂનામસિંહે એવો આક્ષેપ કર્યો કે લાલકિલ્લા પર જવાનો કોઈ કાર્યક્રમ હતો જ નહિ. દીપ સિધ્ધુએ ઉશ્કેર્યા હતા જોકે આ પંજાબી અભિનેતાએ વિડિયો વાયરલ કરીને ઝંડો ફરકાવ્યાની વાત સ્વીકારી છે, પણ ખેડુતોને ઉશ્કેર્યા હોવાની વાત નકારી કાઢી છે.

સરકારની રાજહઠ : ખેડૂતોની એક જ માંગ – રદ્દ…રદ્દ અને ફક્ત રદ્દ

કેટલાક વિવેચકોએ પણ એ વાત કહી છે કે, ૬૦ – ૬૦ દિવસથી આંદોલન ચાલે છે ૧૧ તબક્કામાં મંત્રણાઓ થઈ છે તેમ છતાં સરકારે દરેક મંત્રણા વખતે કૃષિ કાયદાઓ રદ નહિ થાય તેમાં સુધારા સુચવો તેવું ગાણું ચાલુ રાખ્યું છે આ એક જડવલણ છે એક પીઢ ગુજરાતી પત્રકાર અને રાજકીય વિશ્લેષકે એમ કહ્યું કે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે પ્રશ્નો ઉકેલતા હતા તે રીતે જાે નરેન્દ્રભાઈએ આંદોલનકારીઓની વચ્ચે જઈ લડતના પ્રાથમિક તબક્કામાં જ જાે ખેડૂત નેતાઓને સાંભળ્યા હોત તો આ સ્થિતિ સર્જાત નહિ જાેકે વડાપ્રધાને અત્યાર સુધીમાં ખેડૂત કાયદાઓના ફાયદા સમજાવવા સિવાય અને પોતાના પક્ષના કાર્યકરો મારફત ગામડે ગામડે જઈ ખેડૂતોને કાયદાની વાતોથી માહિતગાર કરવા સિવાય કોઈ વાત કરી નથી. ભલે સરકાર અને ભાજપના આગેવાનો એવો દાવો કરતાં હોય કે કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ માટે મોકુફ રાખવાની ઓફર સરકારે કરી છે. પરંતુ વિશ્લેષકો અને વિવેચકો કહે છે તે પ્રમાણે આ ઓફર પણ સુપ્રિમ કોર્ટના સુચન બાદ કરી છે. જોકે ખેડૂત નેતાઓ તો કૃષિ કાયદો સંસદમાં યોગ્ય રીતે પસાર થયો જ નથી તેમ જણાવીને તે સંપૂર્ણ પણે રદ કરવાની માગણીને વળગી રહ્યા છે.

હિંસાખોરી સ્વાકાર્ય ન જ હોય પણ આડમાં બદનામી પણ ન જ હોવી જોઇએ

દેશના ખેડૂત સંગઠનો અને ઘણા વિવેચકો તેમજ કેટલાક નેતાઓનું પણ કહેવું છે કે આંદોલનમાં હિંસાખોરી ન હોય પણ સાથો સાથ હિંસાખોરીના નામે જે રીતે ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ થાય છે તે પણ વખોડવા પાત્ર છે. ઘણા નેતાઓ તો આ હિંસાખોરીને ખેડૂતોનું આંદોલન તોડી પાડવાની સાજીસ ગણાવે છે. ઘણા એમ પણ કહે છે કે ખેડૂતોને ટ્રેક્ટર રેલી માટે શરતી મંજુરી અપાઈ ત્યારે જ દહેશત હતી અને કેટલાક વર્તુળોએ ચેતવ્યા પણ હતા કે આંદોલનકારી લોકોની સાથે ઘુસી કેટલાક અસામાજિક તત્વો હિંસા આચરી શકે છે. શું આ બાબતની દેશના દરેક નેતાઓ અને મહત્વની ઘટનાઓ પર નજર રાખતી દેશની ગુપ્તચર સંસ્થાને ખબર નહોતી ? જાે ખબર હતી તો કેમ ટ્રેક્ટર રેલીના ચોક્કસ તત્વો દિલ્હીમાં ઘુસ્યા ત્યારે પોલીસ ઓછી પડે તેવા દ્રશ્યો સર્જાયા ? આ એક વિચાર માગતી બાબત છે સુરક્ષા કે ગુપ્તચર એજન્સીઓ આ બાબતમાં અહેવાલ મેળવવામાં નિષ્ફળ ગઈ છે તેવો આક્ષેપ પણ થયા છે. ફિલ્મ અભિનેત્રી અને મુંબઈને પીઓકે સાથે સરખાવનાર ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે તો કેટલાક આતંકીઓ ખેડૂત બન્યા છે તેવી વાત કરી સરકારના ભૂતકાળના આક્ષેપોને ટેકો આપવા જેવું કામ કર્યું છે.

શાંતીની શક્તિ આંદોલનને સફળતા તરફ લઇ જાય છે – ભૂતકાળ

એકવાત નક્કી છે કે આંદોલન શાંત હોય તો તેને થોડી ઘણી પણ સફળતા મળે છે તે ભૂતકાળમાં જોયું છે સર્વોદય નેતા જય પ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અહિંસાના કારણે જ સફળ થયું હતું અને તેના કારણે ઈંદીરા ગાંધીએ કટોકટી લાદવાનું ખોટું પગલું ભર્યું પણ અંતે સત્તા પણ છોડવી પડી. ભારત અહિંસાનો સંદેશો વિશ્વમાં આપનારો દેશ છે. તેમાં હિંસા સંભવી શકે નહિ. હિંસાખોરી થઈ છે તે હકિકત છે પણ તેના માટે માત્રને માત્ર આંદોલનકારીઓ પર દોષનો ટોપલો ઢોળી શકાય નહિં ભલે સરકારના સમર્થકો ૧૧ વાર મંત્રણા માર્ગનું ગૌરવ લેતા હોય પરંતુ ભૂતકાળમાં કોઈ આંદોલન બે માસ સુધી ચાલ્યું છે ખરું ? આજ કોઈ સરાકરે આ રીતે લાંબો સમય સુધી પ્રશ્નો ન ઉકેલ્યા હોય તેવું બન્યું છે ખરૂ ? આ પ્રશ્નનો જવાબ પણ આપવો પડશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…