Mehsana news/ મહેસાણામાં કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ: શાળા, મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યાનો આરોપ, 14 સામે ગુનો

મહેસાણાના કડી તાલુકાના વડાવી ગામમાં શાળા, મંદિર અને આંગણવાડી ધરાવતી જમીન (Mehsana Land Scam)ને ખેતીલાયક બતાવી વેચાણ કરવાના આરોપમાં બે NRI સહિત 14 લોકો સામે ગુનો નોંધાયો.

Top Stories Gujarat Others Breaking News
Mehsana Land Scam:ખોટા ફોટા રજૂ કરીને જમીન વેચાણનો ખેલ, બે NRI સહિત 14 લોકો સામે ફરિયાદ

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી (તરસનીયા) ગામમાં જમીન વેચાણને લઈને એક ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જે જમીન (Mehsana Land Scam)ને ખેતીલાયક દર્શાવીને વેચાણ દસ્તાવેજો નોંધાવવામાં આવ્યા હતા, તે જમીન પર વાસ્તવમાં પ્રાથમિક શાળા, મંદિર, આંગણવાડી, તબેલો, રહેણાંક મકાનો અને વૃક્ષો આવેલા છે. આ મામલે બે NRI સહિત કુલ 14 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Mehsana Land Scam:તરસનીયા ગામમાં શાળા-મંદિરની જમીન વેચવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, વડાવી ગામની સીમમાં આવેલા સર્વે નંબર 333 અને સર્વે નંબર 197ની જૂની શરતની ખેતીની જમીન (Mehsana Land Scam)ના વેચાણ દસ્તાવેજો લગભગ એક વર્ષ અગાઉ કડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. શરૂઆતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અને માલિકીના પુરાવાના આધારે જમીન ખેતીલાયક હોવાનું જણાતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

જોકે, ત્યારબાદ તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નોંધણી સામે વાંધા અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે મામલતદાર અને તલાટી કમ મંત્રી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે વિવાદિત જમીન પર પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવ મંદિર, આંગણવાડી, તબેલો, પાકા મકાનો અને 30થી વધુ વૃક્ષો આવેલા છે.

તંત્રની તપાસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી હતી. જમીન વેચનાર અને ખરીદનાર પક્ષોએ મૂળ સ્થિતિ છુપાવવા માટે અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા અને ખેતીલાયક જમીન (Mehsana Land Scam) હોવાનું દર્શાવીને નોંધણી પ્રક્રિયામાં સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં નોંધણી અધિનિયમ 1908ની જોગવાઈઓના ભંગના પુરાવા મળતા કાયદેસરની કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ કડીના સબ-રજિસ્ટ્રાર દ્વારા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે હાલમાં 14 આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન દસ્તાવેજોની ચકાસણી, જમીનની વાસ્તવિક સ્થિતિ અને તમામ સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.આ કેસે જમીન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને દસ્તાવેજોની ચકાસણી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:હે ભગવાન ગોંડલમાં નકલી તાલુકા પંચાયત ઓફિસ? સરકારી જમીનને પ્લોટ કહીને હરાજી કરવામાં આવી…

આ પણ વાંચો:જામ ખંભાળીયા નગરપાલિકા બની કંગાળ, મિલકત વેચાણનો નિર્ણય

આ પણ વાંચો:રોબર્ટ વાડ્રા સંબંધિત કોલાયેટ જમીન કૌભાંડ મામલાની સુનાવણી, 12 સપ્ટેમ્બરના રોજ થશે