Lifestyle News/ મેકઅપ કર્યા વિના જ ચહેરો ગ્લો કરશે, આજથી જ ફોલો કરો સ્કીન એક્સપર્ટ્સની આ 5 બ્યુટી ટિપ્સ

મેકઅપ(Makeup) કર્યા વિના ચહેરા પર કુદરતી ચમક મેળવવા માટે રોજિંદી લાઈફસ્ટાઈલમાં આ 5 આસાન સ્કીન કેર હેક્સ ફોલો કરો. પૂરતું પાણી, બરફનો મસાજ અને યોગ્ય ઊંઘ તમારા ચહેરાને આપશે ફ્લોલેસ લુક. વાંચો અહેવાલ.

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Makeup

Natural Skin Care Tips 2026: આજકાલ સ્કૂલ-કોલેજ જતી યુવતીઓથી લઈને વર્કિંગ વુમન સુધી દરેક લોકો સુંદર દેખાવા માટે બેઝિક મેકઅપનો સહારો લેતા હોય છે. મેકઅપ (Makeup)ચહેરાની સુંદરતા વધારે છે તે વાત સાચી, પરંતુ પરફેક્ટ અને ફ્લોલેસ લુક મેળવવા માટે દરરોજ સ્ટેપ-બાય-સ્ટેપ અલગ-અલગ કેમિકલ પ્રોડક્ટ્સ એપ્લાય કરવી દરેક માટે શક્ય નથી હોતી. ઘણી યુવતીઓને મેકઅપના કારણે સ્કીન પર એલર્જી થઈ જાય છે, તો કેટલીક પાસે રોજ સવારે એટલો સમય નથી હોતો.

પરંતુ શું તમે જાણો છો કે મેકઅપ (Makeup)વિના પણ ચહેરા પર નેચરલ ગ્લોઈંગ સ્કીન મેળવી શકાય છે? ન્યૂટ્રિશન અને હેલ્ધી લાઈફસ્ટાઈલના આધારે અહીં એવી કેટલીક બેઝિક સ્કીન કેર ટિપ્સ આપી છે, જેને ફોલો કરવાથી તમારો ચહેરો મેકઅપ વિના પણ 24 કલાક ફ્રેશ અને આકર્ષક દેખાશે.

નેચરલ સુંદરતા અને ગ્લો વધારવાની 5 આસાન ટિપ્સ:

Makeup

પૂરતા પ્રમાણમાં પાણી પીવું:

જો તમારે સ્કીનની સુંદરતા કુદરતી રીતે વધારવી હોય, તો દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાનો નિયમ બનાવી લો. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો (Toxins) બહાર નીકળી જાય છે. આનાથી સ્કીન હાઇડ્રેટ રહે છે, ચહેરાનું મોઇશ્ચર જળવાઈ રહે છે અને ડ્રાયનેસ તેમજ કરચલીઓ આપોઆપ ઓછી થઈ જાય છે. જે લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા હોય તેના ચહેરા પર નેચરલ ગ્લો અને શાઈન દેખાય છે.

Makeup

આંખનો થાક દૂર કરવો:

થાકેલી આંખો આખા ચહેરાની સુંદરતાને ઝાંખી પાડી દે છે. આંખ પર સ્ટેસ અને થાકની અસર તુરંત દેખાય છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા આંખની નીચેના ભાગ પર અંડર આઈ ક્રીમ લગાવી શકાય. જો ક્રીમ ન વાપરવી હોય, તો એલોવેરા જેલ અથવા શુદ્ધ નાળિયેર તેલ (Coconut Oil) લઈને આંખની આસપાસ 1 થી 2 મિનિટ હળવા હાથે મસાજ કરીને સૂવું.

Makeup

બરફથી ફેસ મસાજ:(Makeup)

ચહેરા પરનો સોજો (Puffiness) અને રેશિસ દૂર કરવા માટે આ એક બેસ્ટ ઉપાય છે. દિવસમાં 1 વખત સ્વચ્છ રૂમાલ કે કોટનના કપડામાં બરફનો ટુકડો રાખીને ચહેરા પર ધીરે-ધીરે મસાજ કરો. બરફના મસાજથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, સ્કીન ટાઈટ થાય છે અને ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.

Makeup

રાત્રે ચહેરો સાફ કરીને જ સૂવું:

દિવસ દરમિયાન ભલે તમે વારંવાર ચહેરો ન ધોતા હોવ, પણ રાત્રે સૂતા પહેલા સ્કીનને સૂટ થાય તેવા સારા ફેસવોશથી ચહેરો સાફ કરવો ખૂબ જ જરૂરી છે. આખા દિવસ દરમિયાન ચહેરા પર જામતી ધૂળ, પ્રદૂષણ અને પરસેવાની ગંદકી નરી આંખે દેખાતી નથી, પરંતુ તે સ્કીનના પોર્સને બંધ કરી દે છે. રોજ રાત્રે ફેસ ક્લીન કરવાથી થોડા જ દિવસોમાં સ્કીન સાફ અને ચમકદાર બનશે.

Makeup

7 થી 8 કલાકની ઊંઘ પૂરી કરવી:

જ્યારે પણ આપણો ઉજાગરો થાય છે ત્યારે ચહેરો એકદમ ડલ અને બેજાન દેખાવા લાગે છે. પૂરતી ઊંઘ ન લેવાને કારણે ડાર્ક સર્કલ્સ વધે છે. જો તમારે સ્કીનની સુંદરતા નેચરલી જાળવી રાખવી હોય, તો રોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘથી ચહેરો ફ્રેશ દેખાય છે અને એજિંગના લક્ષણો ધીમા પડે છે.


આ પણ વાંચો:Makeup પ્રોડક્ટ લાંબા સમય જાળવી રાખવી એક સમસ્યા, રાખો આ બાબતોનું ધ્યાન

આ પણ વાંચો:દાદીમા-નાનીમાના નુસખાથી ઘરે જ ઓર્ગેનિક કાજલ બનાવવાની રીત, શુદ્ધતાની ટિપ્સ સાથે….!

આ પણ વાંચો:આખું વર્ષ આ Makeup લૂક રહ્યા ટ્રેન્ડમાં, જુઓ Pics