Lifestyle/ દાદીમા-નાનીમાના નુસખાથી ઘરે જ ઓર્ગેનિક કાજલ બનાવવાની રીત, શુદ્ધતાની ટિપ્સ સાથે….!

Kajal (કાજલ), આઇ લાઇનર, મસ્કરા વગેરે સૌંદર્ય પ્રસાધનો વિના સુંદરીનો મેકઅપ અધૂરો છે. ઘરે જ શુદ્ધ કાજલ બનાવવાની રીત અહિં જોઇશું….

Trending Tips & Tricks Fashion & Beauty Health & Fitness Lifestyle
Kajal, બનાવવાની રીત, ટિપ્સ, કાજલ

Lifestyle: ગમે તેટલો મેકઅપ (Makeup) કર્યો હોય પણ કાજલ (Kajal) વિના અધૂરો છે કારણ કે આંખો જ ચહેરાનો કેમેરો હોય છે અને આંખો જ વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. આંખો વિશે અનેક કવિતાઓ અને ગઝલ (Poems & Gazals) લખાયેલી છે. સુપ્રસિદ્ધ ગઝલકાર અમૃત ‘ઘાયલ’ની આ જાણીતી ગઝલ તો તમને યાદ જ હશે કે,

‘કાજળભર્યા નયનના કામણ મને ગમે છે,

કારણ નહિં બતાવું કારણ મને ગમે છે…’

આ ગઝલમાં રચનાકારે આંખોની મહત્તા અને આકર્ષણ વિશે વાત કરી છે. તમારા નયનો (Eyes) તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે અને જો તમે સોળે શણગાર સજ્યા હોય પણ આઇ મેકઅપ ન કર્યો હોય તો કંઇક અધૂરું લાગે છે!

Kajal, બનાવવાની રીત, ટિપ્સ, કાજલ

કેમિકલયુક્ત કાજલનો વપરાશ ટાળો

આથી જ સમગ્ર ચહેરાની સાથોસાથ આંખોની સજાવટ પર પણ ધ્યાન આપવું આવશ્યક છે. આ માટે બજારમાં ઘણા સૌંદર્ય પ્રસાધનો ઉપલબ્ધ છે જેવા કે કાજલ, આઇ લાઇનર, મસ્કરા (Kajal, Eye liner, Mascara) વગેરે…પરંતુ, તમારે એવા કોઇ પણ કેમિકલયુક્ત પ્રોડક્ટ (Chemical Products)નો ઉપયોગ ટાળવો જોઇએ જેનાથી આંખો બગડે અથવા તો દ્રષ્ટિને નુકસાન થાય! કાજલ કે આઇ લાઇનર પર તમારે વિશેષ ધ્યાન આપવું જોઇએ કારણ કે જો એ ફેલાશે તો આખો ચહેરો બગડી જશે અને ખરાબ લાગશે! આ ઉપરાંત, બજારના તૈયાર કાજલથી અમુક મહિલાઓને આંખોમાં બળતરા (Irritation) થવાની ફરિયાદ પણ રહે છે. તો પછી વધારે સારું એ રહેશે કે, તમે ઘરે બનાવેલું કાજલ જ વાપરો અને તમારી આંખોને સુરક્ષા સાથે સુંદરતા બક્ષો!

ઘરે કાજલ શી રીતે બનાવશો?

ઘરે કાજલ બનાવવાની રીત અત્યંત સરળ છે અને અહિં તમને એની સામગ્રી સહિતની વિધિ જણાવીશું.

બજાર (Market)માં મળતા તૈયાર કાજલ (Kajal) અર્થાત્ મેંશમાં મોટા ભાગે કેમિકલ મિક્સ કરેલું હોવાથી તમારી આંખોને નુકસાન (Eye Damage) પહોંચી શકે છે. આ સંજોગોમાં બહેતર રહેશે કે, ઘરે જ કાજલ બનાવીને એનો વપરાશ કરવો. આમ તો કાજલ અનેક રીતે બનાવવામાં આવે છે પણ એક પ્રાચીન નુસખો છે જે આપણી દાદીમા કે નાનીમા દ્વારા વારસા (Legacy)માં મળેલો છે પણ આજકાલની ઝડપી જીવનશૈલી (Busy Lifestyle)માં એ ક્યાંક ખોવાઇ ગયો હોય એમ લાગે છે! કાજલ (Kajal) બનાવવાની આ પ્રાચીન પદ્ધતિમાં બદામનો ઉપયોગ કરવામાં આવે છે.

Kajal, બનાવવાની રીત, ટિપ્સ, કાજલ

કાજલ (Kajal) બનાવવાની રીત અને ટિપ્સ

કાજલ બનાવવા માટે કેવળ ત્રણ સામગ્રી (Ingredients) જોઇશે અને એને બનાવવાની વિધિ પણ સરળ છે.

સામગ્રી

બદામ 3 નંગ

કપૂર 2 નંગ

દેશી ઘી 1 નાની ચમચી

રુની જાડી વાટ અને ઘી અને માટીનો કે તાંબાનો દીવો (Lamp)

Kajal, બનાવવાની રીત, ટિપ્સ, કાજલ

બનાવવાની વિધિ (How to make Kajal)

1. સૌપ્રથમ ઉપર દર્શાવેલી સામગ્રી તૈયાર રાખવી.

2. એક માટી કે તાંબાનું વાસણ (Clay pot or Copper bowl) કે દીવો લેવો.

3. એમાં બદામ (Almond) અને કપૂર (Camphor) ઉમેરવું. અન્ય એક સ્વચ્છ સપાટ વાસણ કાજલ એકઠું કરવા માટે ઉપયોગમાં લેવું.

4. હવે બદામ અને કપૂરને ઘી વાળા દીવામાં મુકીને એમાં આગ પ્રગટાવીને એની ઉપર અન્ય વાસણને ઊંધુ રાખવું.

5. હવે મિશ્રણનું કાજલ બની જાય અને ઊલટા રાખેલા વાસણમાં જામે ત્યાં સુધી થવા દેવું.

6. હવે ઉપરના વાસણને સીધુ કરીને એમાં જામેલા પાવડરને એક નાના જારમાં કાઢી લેવું.

7. હવે એમાં દેશી ઘી (Desi Ghee) મિક્સ કરો અને કાજલમાં મિક્સ કરીને એને સોફ્ટ બનાવો.

તો તૈયાર છે તમારું ઘરે બનાવેલું શુદ્ધ કેમિકલરહિત કાજલ! દરરોજ લગાવો અને તમારી આંખોને સુંદર બનાવો.

Kajal, બનાવવાની રીત, ટિપ્સ, કાજલ

હોમમેઇડ કાજલના ફાયદા (Homemade Kajal Benefits)

ઘરે જ બનાવેલા શુદ્ધ કાજલના અનેક ફાયદા છે.

1. એ લગાવવાથી આંખોને ઠંડક મળે

2. આંખોનું તેજ વધે

3. આંખના ઇન્ફેક્શન (Eye Infection)નું જોખમ ઓછું થાય

4. પાંપણ મજબૂત બને

5. આંખોની બળતરા ઓછી થાય

6. આંખોની ભીનાશ જાળવી રાખે

7. તડકા અને ધૂળથી રક્ષણ કરે

કાજલ (Kajal) લગાવવાના ફાયદા અને નુકસાન એ વ્યક્તિગત બાબત છે આથી પ્રથમ આંખોમાં કાજલ આંજીને ચેક કરી લેવું કે તમને એનાથી નુકસાન તો નથી થઇ રહ્યું ને? જો યોગ્ય લાગે તો જ દરરોજ એનો વપરાશ કરવો હિતાવહ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બ્યુટી પાર્લર નથી જવું, નો ટૅન્શન! ફેશિયલ જેવો નિખાર જોઇએ છે? આજથી જ આ ફળોને ચહેરા પર લગાવો!

આ પણ વાંચો: લગ્નમાં સુંદર દુલ્હન લુક મેળવવા મોટી નહિં નાની ચમકીલી સ્ટોન નથણી પહેરો…સ્વર્ગની અપ્સરા જેવા લાગશો!