Entertainment News/ ‘મહાવતાર પરશુરામ’નું પોસ્ટર લોન્ચ, ભારતીય એનિમેશનમાં ફરી મચશે ધૂમ

પરશુરામ જયંતીના અવસર પર ‘મહાવતાર પરશુરામ’ Filmનું ટીઝર અને પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હોમ્બલે ફિલ્મ્સના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને તેની રિલીઝ ડેટ વિશે વાંચો સંપૂર્ણ વિગત.

Trending Entertainment
Film

Parshuram Jayanti 2026 Special: પરશુરામ જન્મોત્સવના શુભ અવસર પર હોમ્બલે ફિલ્મ્સે પોતાની આગામી એનિમેટેડ ફિલ્મ  ‘મહાવતાર પરશુરામ’ (Mahavatar Parshuram) નું પ્રથમ પોસ્ટર અને ટીઝર રિલીઝ કરીને ચાહકોને મોટી ભેટ આપી છે. આ ફિલ્મ ‘મહાવતાર સિનેમેટિક યુનિવર્સ’નો એક મહત્વનો હિસ્સો છે, જે ભારતીય એનિમેશનના સ્તરને વૈશ્વિક સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

ટીઝરમાં રૌદ્ર સ્વરૂપની ઝલક

અશ્વિન કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું પોસ્ટર અત્યંત ભવ્ય છે. તેમાં ભગવાન પરશુરામના તેજસ્વી યોદ્ધા સ્વરૂપને યુદ્ધના મેદાનમાં હાથમાં લોહીથી લથપથ ‘પરશુ’ (કુહાડી) સાથે બતાવવામાં આવ્યા છે. ટીઝરમાં એક શક્તિશાળી સંવાદ પણ સાંભળવા મળે છે: “જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે પરશુનો ઉદય થાય છે.” આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

‘મહાવતાર નરસિંહ’ની ભવ્ય સફળતા અને ઓસ્કર

તમને જણાવી દઈએ કે, આ સિરીઝની પ્રથમ ફિલ્મ ‘મહાવતાર નરસિંહ’ (2025) એ બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. એટલું જ નહીં, આ ફિલ્મને 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર) માટે ‘બેસ્ટ પિક્ચર’ કેટેગરીમાં દાવેદાર તરીકે સ્થાન મળ્યું છે, જે ભારતીય સિનેમા માટે ગૌરવની વાત છે.

ક્યારે થશે રિલીઝ Film ?

‘મહાવતાર પરશુરામ’ (Film) ડિસેમ્બર 2027 માં સિનેમાઘરોમાં 3D ફોર્મેટમાં રિલીઝ થશે. આ ફિલ્મ બાદ પણ હોમ્બલે ફિલ્મ્સ પાસે પૌરાણિક કથાઓનો આખો ખજાનો તૈયાર છે.

મહાવતાર સિનેમેટિક યુનિવર્સનું ભવિષ્ય:

ફિલ્મનું નામ સંભવિત રિલીઝ વર્ષ
મહાવતાર નરસિંહ 2025 (રિલીઝ થઈ ચૂકી છે)
મહાવતાર પરશુરામ ડિસેમ્બર 2027
મહાવતાર રઘુનંદન 2029
મહાવતાર દ્વાકાધીશ 2031
મહાવતાર ગોકુલાનંદ 2033
મહાવતાર કલ્કિ (ભાગ 1) 2035
મહાવતાર કલ્કિ (ભાગ 2) 2037

આ પણ વાંચો:  અલ્લુ અર્જુન લેશે 125 કરોડ જ્યારે દીપિકાને મળશે માત્ર 25 કરોડ, 700 કરોડની ફિલ્મ ‘રાકા’નું બજેટ સાંભળી ચોંકી જશો

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:  મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન