Bollywood Underworld Connection Summary: બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રામ ગોપાલ વર્મા (RGV) ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથેના કનેક્શન પર ખુલીને વાત કરી છે. વર્માએ (RGV) સ્વીકાર્યું છે કે તેમની આઇકોનિક ફિલ્મો ‘સત્યા’ અને ‘કંપની’ પાછળ દાઉદ ઇબ્રાહિમનો મોટો ફાળો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમની આજની કમાણી પણ ક્યાંકને ક્યાંક તેની જ દેન છે.
દાઉદને ક્રેડિટ કેમ નહીં?
રામ ગોપાલ વર્માએ (RGV )જણાવ્યું કે તેમની આત્મકથા ‘ગન્સ એન્ડ થાઈઝ’ તેઓ દાઉદ ઇબ્રાહિમને સમર્પિત કરવા માંગતા હતા, પરંતુ પબ્લિશર્સે તેમનું નામ હટાવી દીધું. તેમના મતે, જો દાઉદ ન હોત, તો તેઓ ગેંગસ્ટર ડ્રામાની શ્રેષ્ઠ ફિલ્મો ક્યારેય બનાવી શક્યા ન હોત.
‘સોલમેટ’ જેવો સંબંધ?
જ્યારે 90ના દાયકામાં બોલિવૂડના અન્ય પ્રોડ્યુસર્સ અને એક્ટર્સ અંડરવર્લ્ડની ધમકીઓથી ડરતા હતા, ત્યારે વર્માનો (RGV)દાવો છે કે તેમને ક્યારેય કોઈ ધમકી મળી નથી. અંડરવર્લ્ડના લોકોને તેમની ફિલ્મો ‘સત્યા’ અને ‘કંપની’ ખૂબ પસંદ આવી હતી, જેના કારણે તેઓ વર્મા માટે ‘સોલમેટ’ જેવા બની ગયા હતા.
અંડરવર્લ્ડનું ગ્લોરિફિકેશન કે પ્રામાણિકતા?
સોશિયલ મીડિયા પર આ નિવેદન બાદ બે ફાંટા પડી ગયા છે. કેટલાક લોકો તેને વર્માની પ્રામાણિક સ્વીકૃતિ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ગુનાખોરીની દુનિયાને ગ્લોરિફાય કરવાનો પ્રયાસ માની રહ્યા છે. ‘સત્યા’ અને ‘કંપની’ ફિલ્મોએ હિન્દી સિનેમામાં ગેંગસ્ટર જનરાને એક નવી ઓળખ અપાવી હતી.
વિવાદોનું બીજું નામ RGV
આ પહેલીવાર નથી જ્યારે રામ ગોપાલ વર્મા (RGV) વિવાદમાં ફસાયા હોય. તેઓ અગાઉ પણ રાજકારણીઓ, ધર્મ અને બોલિવૂડ સેલેબ્સ પર વિવાદાસ્પદ ટ્વીટ્સ કરવા માટે જાણીતા છે. તેમણે હંમેશા સ્પષ્ટવક્તા હોવાનો દાવો કર્યો છે અને આ વખતે પણ દાઉદ પરનું તેમનું નિવેદન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: સમય રૈનાએ મૌન તોડ્યું! કેમ ડિલીટ કરવા પડ્યા ‘India’s Got Latent’ ના એપિસોડ?

