Ahmedabad News/ સાબરમતી નદી મહાસફાઈ અભિયાન શરૂ

અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે સાબરમતી નદી (Sabarmati River)માત્ર જળસ્રોત નથી, પરંતુ અમદાવાદની ઓળખ અને ગૌરવ છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદની ઓળખ અને જીવાદોરી ગણાતી સાબરમતી નદી (Sabarmati River)ને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા વિશાળ મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે

Ahmedabad News : અમદાવાદની ઓળખ અને જીવાદોરી ગણાતી સાબરમતી નદી (Sabarmati River)ને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા વિશાળ મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલથી શરૂ થનાર આ અભિયાન 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ સુધી સતત ચાલશે.

રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ થશે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નદીના પટમાં એકત્ર થયેલો પ્લાસ્ટિક, ઘન કચરો અને અન્ય અવશેષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નદીમાં નવા પાણીના પ્રવાહ પહેલાં સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવાનું મુખ્ય લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

ગાંધી આશ્રમથી અટલ ઘાટ સુધી વિશેષ સફાઈ

અભિયાન હેઠળ ગાંધી આશ્રમથી અટલ ઘાટ સુધીના નદીકાંઠાના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવશે. નદીના બંને કાંઠે વિશેષ સફાઈ ટીમો તૈનાત કરાશે, જે સતત કામગીરી કરીને કચરાનું સંકલન અને નિકાલ કરશે.

નાગરિકોને જોડાવા અપીલ

અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે સાબરમતી નદી (Sabarmati River)માત્ર જળસ્રોત નથી, પરંતુ અમદાવાદની ઓળખ અને ગૌરવ છે. તેને સ્વચ્છ રાખવી દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે શહેરવાસીઓને અભિયાનમાં જોડાઈને સ્વચ્છ અને હરિયાળું અમદાવાદ બનાવવા સહભાગી બનવાની અપીલ કરી હતી.

પર્યાવરણ સંરક્ષણને મળશે વેગ

આ મહાસફાઈ અભિયાનથી માત્ર સાબરમતી નદી (Sabarmati River)નું સૌંદર્ય જ વધશે નહીં, પરંતુ પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે. પ્લાસ્ટિક અને અન્ય કચરાના નિકાલથી જળપ્રદૂષણમાં ઘટાડો થશે અને નદીની સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે.


આ પણ વાંચો : સાબરમતી નદી પર તૈયાર થયો 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો બુલેટ ટ્રેન બ્રિજ

આ પણ વાંચો : તારાપુરના રિંઝામાં સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, વર્ષો જૂની સમસ્યાનો અંત

આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી