Not Set/ LGBTનાં હક માટે લડી આ બોલીવુડ એકટ્રેસ, તો પરિવારે છોડી દીધો સાથ

સેક્શન 377 પર સુપ્રીમ કોર્ટે એક ઐતહાસિક ચુકાદો આપ્યો છે અને સમલૈંગિક સંબંધો હવે કાનૂની છે. બોલીવુડની એક્ટ્રેસ સેલીનાએ આ ચુકાદાની ખુબ પ્રશંશા કરી હતી. સેલીના જેટલી હંમેશા LGBTના હક માટે બોલતી હતી. આ કમ્યુનીટીના અધિકારો માટે સેલીના જેટલી હમેશા આગળ રહી છે અને આ જ કારણે એનાં પરિવારના સભ્યોએ, મિત્રોએ અને સહ કર્મચારીઓએ સેલિનાનો […]

Top Stories India

સેક્શન 377 પર સુપ્રીમ કોર્ટે એક ઐતહાસિક ચુકાદો આપ્યો છે અને સમલૈંગિક સંબંધો હવે કાનૂની છે. બોલીવુડની એક્ટ્રેસ સેલીનાએ આ ચુકાદાની ખુબ પ્રશંશા કરી હતી. સેલીના જેટલી હંમેશા LGBTના હક માટે બોલતી હતી. આ કમ્યુનીટીના અધિકારો માટે સેલીના જેટલી હમેશા આગળ રહી છે અને આ જ કારણે એનાં પરિવારના સભ્યોએ, મિત્રોએ અને સહ કર્મચારીઓએ સેલિનાનો સાથ છોડી દીધો હતો.

ગુરુવારે કોર્ટે આપેલા ચુકાદાને આવકારતા એમણે કહ્યું કે, ‘એક LGBT એક્ટીવીસ્ટ તરીકે મેં મારી જિંદગીના પાછલા 15 વર્ષોથી રોજ આશા અને ઉમ્મીદ સાથે આની રાહ જોઈ છે. એક સાચા દેશભક્ત રૂપે મારો હમેશા એક જ સિધ્ધાંત હતો કે હું ભેદભાવનો સ્વીકાર નહી કરું. કોઇપણ સંસ્કૃતિના ભાગ રૂપે હિંસાને પ્રોત્સાહન આપવું જોઈએ નહી.’

Celina was fighting for LGBT, family members left her alone

પોતાની સાથે થયેલી ઘટનાને શેર કરતા એમણે કહ્યું કે, ‘LGBTના હક માટે લડવાના કારણે મિત્રોએ, સહ કર્મચારીઓએ અને ત્યાં સુધી કે મારા ખુદના પરિવારના સભ્યોએ પણ મારો સાથ છોડી દીધો હતો. પરંતુ આ બધાથી હું ક્યારેય ગભરાઈ નહી અને આગળ વધતી રહી. કારણકે હું જાણતી હતી કે લાખો લોકો જીવનનાં અધિકાર વિના, સમ્માન વિના, ખુલ્લામાં શ્વાસ લેવાની આઝાદી વગર, સુરક્ષિત મહેસુસ કર્યા વગર આગળ વધી રહ્યા છે.’

Celina was fighting for LGBT, family members left her alone

સેલીના જેટલી 2001માં મિસ ઇન્ડિયા બની હતી. થોડા સમય પહેલાં સેલના એ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. સેલીના ગોલમાલ, નો એન્ટ્રી જેવી ફિલ્મોમાં દેખાઈ હતી.