Not Set/ લોકસભા ચૂંટણી ૨૦૧૯ : કેજરીવાલે કહ્યું કોંગ્રેસને તો બિલકુલ વોટ ન આપતા, જો આપશો તો…

લોકસભા ૨૦૧૯ની ચુંટણીને હવે થોડા જ મહિનાની વાર છે તેવામાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દિલ્લીવાસીઓને અપીલ કરી છે કે આવનારી લોકસભાની ચુંટણીમાં કોઈ બીજેપી અને કોંગ્રેસને વોટ ન આપે. દિલ્લીના સીએમ કેજરીવાલે આ વાત ત્યારે કહી હતી જયારે મીડિયામાં એવી ખબરો ચાલી રહી હતી કે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન માટે આમ […]

Top Stories India Trending Politics

લોકસભા ૨૦૧૯ની ચુંટણીને હવે થોડા જ મહિનાની વાર છે તેવામાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દિલ્લીવાસીઓને અપીલ કરી છે કે આવનારી લોકસભાની ચુંટણીમાં કોઈ બીજેપી અને કોંગ્રેસને વોટ ન આપે.

દિલ્લીના સીએમ કેજરીવાલે આ વાત ત્યારે કહી હતી જયારે મીડિયામાં એવી ખબરો ચાલી રહી હતી કે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંપર્કમાં છે. કેજરીવાલના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે ગઠબંધનની તમામ ચર્ચાઓ પર કેજરીવાલે વિરામ મુકવાના પ્રયત્નો કર્યા છે.

રવિવારે એક કાર્યક્રમમાં પહોચેલા મુખ્યમંત્રી કેજરીવાલે બીજેપી અને કેન્દ્ર સરકાર પણ ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બીજેપીના સાત સંસદ સભ્યોએ દિલ્લીના વિકાસ માટે કઈ જ નથી કર્યું.

કોંગ્રેસને વોટ આપવા મામલે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને તો બિલકુલ વોટ ન આપવો. જો તમે કોઈ કોંગ્રેસને વોટ આપશો તો તે નરેન્દ્ર મોદીને જ મજબુત બનાવશે. તમે તમારા વોટને વહેચાવા ન દો. દરેક સાત સંસદ સભ્ય AAP ને જ ચૂંટો.