Not Set/ તમિલનાડુ : સબરીમાલા મંદિરના ૧૦ શ્રધ્ધાળુઓના અકસ્માતમાં મોત, ૫ ઘાયલ

તમિલનાડુમાં પુડુકોટટ્ટઈ જીલ્લામાં રવિવારે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં આશરે ૧૦ સબરીમાલા મંદિરના શ્રદ્ધાળુના મોત થયા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત શ્રદ્ધાળુની ગાડી અને ટ્રક અથડાવાથી થયો હતો. શ્રધ્ધાળુઓ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરીને રામેશ્વર પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે […]

Top Stories India Trending

તમિલનાડુમાં પુડુકોટટ્ટઈ જીલ્લામાં રવિવારે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં આશરે ૧૦ સબરીમાલા મંદિરના શ્રદ્ધાળુના મોત થયા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત શ્રદ્ધાળુની ગાડી અને ટ્રક અથડાવાથી થયો હતો.

શ્રધ્ધાળુઓ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરીને રામેશ્વર પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત અને ૫ લોકો ઘાયલ થયા છે. કેટલાક મૃતકોની ઉંમર ૨૧ થી ૨૫ વર્ષની વચ્ચે છે.

અધિકારીએ કહ્યું કે આ અકસ્માત બપોરે ત્રણ વાગ્યે થયો હતો. સબરીમાલાના શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો સામેથી આવતા ટ્રક સાથે અથડાયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘાયલ લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.