#murdercase/ 23 લાખની ખંડણી માંગીને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

મુંબઈ નજીકના થાણેના બદલાપુરમાં બનેલી કરૂણ ઘટના

Top Stories India

23 લાખની ખંડણી માંગીને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

Maharashtra News : મહારાષ્ટ્રના મુંબઈ નજીકના થાણે સ્થિત બદલાપુરમાં એક માસુમ બાળકની હત્યાનો બનાવ બન્યો હતો.  જેમાં નવ વર્ષના બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. બદલાપુર ગ્રામિણ વિસ્તારમાં બનેલા આ બનાવમાં ગઈ કાલે રાત્રે ઈબાદત બુબેર નામનો બાળક મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર નીકળ્યો હતો.

દરમિયાન ગામમાં રહેતા એક શખ્સે બાળકનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરનારે બાળકના પિતાને ફોન કરીને 23 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. બાદમાં તેણે તેનો ફોન બંધ કરી દીધો હતો. આ અંગે બાળકના પરિવારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગ્રામ્ય પોલીસ અને ક્રાઈમ બ્રાંચ આખી રાત તપાસમાં જોતરાયેલી હતી. જોકે તપાસમાં બાળકનો મૃતદેહ મળ્યો હતો. તેનો મૃતદેહ ગામમાં રહેતા એક શખ્સના ઘરમાંથી કોથળામાં ભરેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે બાદમાં આરોપીની ધરપકડ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તહેવાર વખતે જ બાળકની હત્યાને પગલે આ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….