પીડીપીનાં વડા અને જમ્મુ અને કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કલમ 35 એ વિશે એક નિવેદન આપ્યું છે, જેને લઇને વિવાદ સર્જાઇ શકે છે. પીડીપીનાં 20 માં સ્થાપના દિવસ પર શ્રીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન, મહેબુબા મુફ્તીએ કલમ 35 એ વિશે ચેતવણી આપતા કહ્યુ કે, આની સાથે કોઇ પણ ચેડા કરવાનો અર્થ બારુદને હાથ લગાવવા બરાબર છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, 35 એ ની સાથે ચેડા કરવા માટે જે હાથ ઉઠશે તે હાથ જ નહી પણ આખુ શરીર જ બળીને રાખ થઇ જશે. મુફ્તીએ કહ્યુ કે, અમે અમારા અંતિમ શ્વાસ સુધી કાશ્મીરની સુરક્ષા માટે લડીશુ. કાર્યકર્તાઓને સંબોધિત કરતા મહેબૂબાએ કહ્યુ કે, રાજ્યને બચાવવા તે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે.
વધુ સૈનિકોનાં બંદોબસ્તથી ભડકી મહેબૂબા
શનિવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોની વધુ ગોઠવણીને લઇને મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારની ઘણી આલોચના કરી હતી. મહેબૂબાએ કહ્યુ કે, આ એક રાજનીતિક સમસ્યા છે, જેનો સૈન્યનાં ઉપયોગથી નિકાળ લાવી શકાશે નહી. કેન્દ્રને પોતાની કાશ્મીર નીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.
પીએમ મોદીએ મનની વાતમાં કર્યો કાશ્મીરનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ દ્વારા કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીરનાં લોકો અને તેમના આદરસત્કારની પ્રશંસા પણ કરી હતી. કાશ્મીરમાં ‘બેક ટૂ વિલેજ’ કાર્યક્રમની પ્રશંસા કરતી વખતે વડા પ્રધાને કહ્યું, ‘આ કાર્યક્રમથી જ કાશ્મીરનાં લોકો વિકાસની મુખ્ય ધારામાં જોડાવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ કાર્યક્રમમાં પ્રથમ વખત મોટા અધિકારીઓ સીધા જ ગામમાં પહોંચ્યા છે. જે અધિકારીઓને ક્યારે કોઇ ગામનાં લોકોએ જોયા સુધી નથી તે હવે પોતે તેમના દરવાજા સુધી પહોચી વિકાસનાં કામમાં આવી રહેલી સમસ્યાને સમજી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
