Anand News/ તારાપુરના રિંઝામાં સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, વર્ષો જૂની સમસ્યાનો અંત

મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે તારાપુરના રિંઝામાં સાબરમતી નદી પર 110 કરોડના બ્રિજને મંજૂરી આપી. ચાર ગામોની વર્ષો જૂની સમસ્યાનું નિવારણ થશે.

Gujarat Others Trending
CM

Anand News : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પુલનું રૂ.110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી સહિતના ચાર ગામોના ગ્રામજનોની વર્ષોથી ચાલી આવતી ગંભીર સમસ્યાનું કાયમી નિવારણ આવનાર સમયમાં થવા જઈ રહ્યું છે.

ચોમાસામાં સંપર્ક વિહોણા બનતા હતા ગામો

સાબરમતી નદીનું વહેણ ચોમાસા દરમિયાન બદલાઈ જતા આ ચારેય ગામો સામે કાંઠે જવા માટે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. વરસાદી સિઝનમાં નદી પાર કરવી અશક્ય બનતી હોવાથી ગ્રામજનો સંપર્ક વિહોણા થઈ જતા હતા. આ કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

ગ્રામજનોની રજૂઆતને મુખ્યમંત્રી (CM) નો સંવેદનશીલ પ્રતિસાદ

આ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. લોકહિતને પ્રથમ સ્થાન આપતા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપ્યો હતો અને સાબરમતી નદી પર ટુ-લેન બ્રિજ (Bridge) સહિત 4 કિલોમીટર લાંબા નવા માર્ગના નિર્માણ માટે મંજૂરી આપી હતી.

CM

બાંધકામ માટે 110 કરોડ રૂપિયાનું ફાળવણી

નવા બ્રિજ અને માર્ગના બાંધકામ માટે જમીન સંપાદન, હાઈડ્રોલિક સર્વે, સોઈલ ઈન્વેસ્ટિગેશન, ડિઝાઇન અને આલેખન સહિત બાંધકામ પૂર્વેની તમામ જરૂરી પ્રવૃત્તિઓ માટે કુલ 110 કરોડ રૂપિયાનું ફાળવણી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ આધુનિક ઈજનેરી ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવશે.

વિકાસ અને સુવિધાનો નવો માર્ગ ખુલશે

બ્રિજનું બાંધકામ પૂર્ણ થતાં ચારેય ગામો વર્ષભર માર્ગ સંપર્કથી જોડાયેલા રહેશે. વાહન વ્યવહાર સરળ બનશે, ખેડૂતોને ખેતઉદ્યોગ માટે સરળ માર્ગ મળશે તેમજ વેપાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ વધારો થશે. આ સાથે જ ગ્રામજનોના જીવનમાનમાં સુધારો થશે અને ઈઝ ઓફ લિવિંગને નવી દિશા મળશે.

મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલનો આ લોકહિતકારી નિર્ણય તારાપુર તાલુકાના ગ્રામજનો માટે વિકાસ અને સુખાકારીનો માર્ગ સુલભ બનાવશે અને આ બ્રિજ આ વિસ્તાર માટે આશીર્વાદ સમાન સાબિત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના ઓવરબ્રિજ બન્યા વિવાદોના બ્રિજ

આ પણ વાંચો: આણંદ જિલ્લાના ધુવારણમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટનું એમ.ઓ.યુ.

આ પણ વાંચો: અમદાવાદમાં લો-ગાર્ડન ખાતે 98 કરોડના ઓવરબ્રિજથી એક લાખ વાહનને મળશે ટ્રાફિકથી મુક્તિ