Ahmedabad News/ અમદાવાદના ઓવરબ્રિજ બન્યા વિવાદોના બ્રિજ

બે વર્ષમાં ફ્લાય ઓવરબ્રિજ (Overbridge)ની કામગીરી પૂરી કરવાની હતી. રેલ્વે પાસેથી પાંચ હજાર ચોરસ મીટર જગ્યા લેવામાં બે વર્ષ લાગ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Overbridge

Ahmedabad News: અમદાવાદનો વિકાસ થવાની સાથે રસ્તાઓ પર રસ્તાઓથી લઈને ઓવરબ્રિજ, અંડરબ્રિજની જરૂરિયાત પણ વર્તાઈ રહી છે. ઓવરબ્રિજ (Overbridge) બનવાની સાથે-સાથે તેની સાથેના વિવાદ પણ મોટાપાયા પર સર્જાયા છે. અમદાવાદમાં છેલ્લા સાત વર્ષમાં સાત ઓવરબ્રિજ વિવાદનો ભોગ બન્યા છે.

કયા-કયા બ્રિજ

તેમા હાટકેશ્વર બ્રિજ, પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજ, પલ્લવ જંકશન ફ્લાય ઓવર બ્રિજ, રાણીર રેલ્વે બ્રિજ, ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજ, અજીત મિલ અને સતાધાર ફ્લાયઓવર બ્રિજનો વિવાદ થયો છે. આ બધા બ્રિજ ફક્ત ઓવરબ્રિજ (Overbridge) ન રહેતા વિવાદોનો બ્રિજ બની ગયા છે.

હાટકેશ્વર બ્રિજ

હાટકેશ્વર બ્રિજ અને વર્ષ 2017માં રૂ. 40 કરોડના ખર્ચે બનાવાયો હતો. કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાકોન દ્વારા આ માટીપગો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ઉપયોગ શરૂ કર્યાના ગણતરીના મહિનામાં પુલ બંધ કરી દેવો પડ્યો હતો, આવુ અમદાવાદના ઓવરબ્રિજ (Overbridge)ના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હતું. છેવટે 2025માં હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનો નિર્ણય કરવો પડયો હતો. આ બતાવે છે કે પુલ કેવો માટીપગો હતો.

રાણીપ બ્રિજ

આ જ રીતે રાણીપ ફ્લાયઓવર બ્રિજ જગ્યાના અભાવે વર્ષો સુધી બંધ રહ્યો હતો. બે વર્ષમાં ફ્લાય ઓવરબ્રિજ (Overbridge)ની કામગીરી પૂરી કરવાની હતી. રેલ્વે પાસેથી પાંચ હજાર ચોરસ મીટર જગ્યા લેવામાં બે વર્ષ લાગ્યા હતા. રેલ્વેને જગ્યા માટે કોર્પોરેશન તરફથી 50 કરોડ ચૂકવાયા હતા. તેના પછી આ કામગીરી આગળ ધપી હતી.

અજીત મિલ ફ્લાયઓવર

અજીત મિલ ફ્લાયઓવર બ્રિજ બન્યા પછી વિવાદમાં આવ્યો હતો. ડિસેમ્બર 2021માં તેને જેવો ખુલ્લા મૂકાયો તરત જ વિવાદ શરૂ થઈ ગયા હતા. બ્રિજ ખુલ્લો મૂકાયા પછી તંત્રના ધ્યાન પર ગંભીર ચૂક સામે આવી હતી. બ્રિજ નીચે ટ્રન્ક વોટર મેઇન પસાર થતાં ડિઝાઇન બદલવી પડી હતી.

પલ્લવ જંકશન  ફ્લાયઓવર બ્રિજ

આ ઉપરાંત 2017માં પલ્લવ જંકશનમાં ફ્લાય ઓવરબ્રિજ (Overbridge)ને મંજૂરી મળી હતી. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા અંડરપાસ બનાવવા સૂચન હતુ. બ્રિજ બનાવવાની શરૂઆત કરતાં એક મોટું વિઘ્ન સામે આવ્યું હતું. કામ ચાલુ કર્યા પછી ખબર પડી કે ઉપરથી હાઇટેન્શન લાઇન પસાર થાય છે. તેને અંડરગ્રાઉન્ડ કરવા માટે વધારાનો 18 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.

ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજ

ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજ પહેલેથી જ વિવાદમાં રહ્યો હતો. ફોરલેન બ્રિજ બનાવવા સૂચન હતુ, પરંતુ ફાઇવ લેન બ્રિજ બનાવાયો હતો. ગાંધીજીની પ્રતિમાને ખસેડવા માટે 10 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરાયો હતો. પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજ પણ શરૂઆતથી વિવાદમાં રહ્યો હતો. તેના પછી વિજય ચાર રસ્તાથી નેહરુ નગર તરફ બનાવવાના સૂચનને ફગાવાયું હતું. આમ પુલ બનાવવાના 62 કરોડના અંદાજ સામે રૂ. 78.81 કરોડના ખર્ચથી કામ અપાયું હતું.

સતાધાર ફ્લાયઓવર બ્રિજ

2023માં સતાધાર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે મંજૂરી મળી હતી. બ્રિજનો ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો. જલારામ અંડરપાસ ઉદઘાટનના ગણતરીમના કલાકોમાં જ બંધ કરાયો હતો. રેલ્વે અને મ્યુનિ કોર્પોરેશને 83 કરોડના ખર્ચે આ કામગીરી કરી હતી, આ અંડરપાસનું લોકાર્પણ કર્યુ કે રોડ પર તો બે મોબાઇલ ટાવર છે. આના કારણે ગણતરીના કલાકોમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળીને લઈ લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો